Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જીઓના સેટઅપ બોક્સમાં વિડિયો કોન્ફરન્સિંગ સુવિધા

અતિઆધુનિક ગેમિંગ સુવિધાઓનો લાભ લેવાશે : જીઓ સેટઅપ બોક્સ યુઝર્સને વર્લ્ડક્લાસ ગેમિંગ આપશે

નવી દિલ્હી, તા. ૧૨ : રિલાયન્સ જીઓએ ગીગાફાઇબરની સાથે સાથે આજે જીઓ સેટઅપ બોક્સની જાહેરાત પણ કરી હતી. ટેકનોલોજીના મામલામાં વર્તમાન સેટઅપ બોક્સ કરતા જીઓ સેટઅપ બોક્સ ખુબ આગળ છે. આની અનેક ખાસિયત રહેલી છે. આના મારફતે ચાર લોકોની સાથે એક સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાત કરી શકશે. આની સાથે સાથે જીઓએ આને વધુ એડવાન્સ બનાવવા માટે ઓનલાઈન મલ્ટીપ્લેયર ગેમિંગ ફીચર પણ આપવામાં આવી રહ્યા છે. જીઓ ગીગાફાઇબર યુઝર્સને જે સેટઅપ બોક્સ આપશે તેમાં વિડિયો કોન્ફરન્સિંગ કોલની સુવિધા રહેશે. યુઝર આ સેટઅપ બોક્સથી એક વખતમાં મહત્તમ ચાર લોકોની સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કનેક્ટ થઇ શકાશે. સેટઅપ બોક્સ યુઝર્સને શાનદાર ગેમિંગ અનુભવ પણ આપશે. વિડિયો કોન્ફરન્સિંગની જેમ જ ગેમિંગમાં પણ યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારને સામેલ કરી શકશે. આના માટે સેટઅપ બોક્સમાં મલ્ટીપ્લેયર ગેમિંગ ફિચર પણ લગાવવામાં આવ્યા છે. આ કન્સોલ ક્વોલિટી  ગેમિંગ સપોર્ટની સાથે આવશે. રિલાયન્સે જીઓ સેટઅપ બોક્સ યુઝર્સને વર્લ્ડક્લાસ ગેમિંગ આપવા માટે દુનિયાભરની ટોપની ગેમિંગ કંપનીઓ સાથે  પાર્ટનરશીપ કરી છે જેમાં પબજી મોબાઇલ બનાવનાર ટેનસેન્ટ ગેમ અને માઇક્રોસોફ્ટ ઉપરાંત અનેક કંપનીઓ સામેલ છે. યુઝર્સને તમામ પ્રકારની સુવિધાઓ મળી શકશે. ગેમ ડેવલપપર્સ પાસેથી મોટી પાર્ટનરશીપ કરવામાં આવી છે. સેટઅપ બોક્સથી વિડિયો કોલિંગની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે જે અતિ આધુનિક રહેશે.


 

(8:14 pm IST)