Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભારતમાં કાયમી ધોરણે વસતા સીનીયર સીટીઝનોને એર ઇન્ડીયાની ફલાઇટમાં પ૦ ટકા ડીસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતા ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનીયર સીટીઝનો માટે નાગરીક ઉડયન મંત્રાલય દ્વારા એર ઇન્ડીયાની કોઇ પણ ફલાઇટમાં ટીકીટ ઉપર પ૦ ટકા કન્સેશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઓફીસ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. ભારતમાં આંતરીક ઉડાન માટે જ આ કન્સેશન લાગુ રહેશે.

ભારતમાં કાયમી વસતા ભારતીય નાગરીકત્વ ધરાવતા અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરીકો ફોટો આઇડી જન્મતારીખનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના ઓળખ દસ્તાવેજો એર ઇન્ડીયાને પુરા પાડવાથી ઓળખકાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આવુ કાર્ડ ધરાવતા સીનીયર સીટીઝનોને ઇકોનોમી કલાસની ટીકીટના બેઇઝીક દરોમાં પ૦ ટકાની રાહત આપવામાં આવશે. ટીકીટ મુસાફરીના ૭ દિવસ પહેલા ખરીદવી પડશે. બે વર્ષથી ઓછી વયના બાળક જો સીનીયર સીટીઝન સાથે જો મુસાફરી કરતા હશે તો દર કુપન દીઠ ૧૦૦૦ રૂપીયા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. બીજુ બાળક જો સાથે મુસાફરી કરતુ હશે તો ડીસ્કાઉન્ટ નહિ મળે. જો પુરતા ઓળખ દસ્તાવેજો ચેકીંગ વખતે બોર્ડીગ ગેઇટ પર આપવામાં નહિ આવે તો સીનીયર સીટીઝન માટેની યોજના અસરકર્તા નહિ બને અને ટીકીટ પણ નોનરીફન્ડેબલ થઇ જશે. એર ઇન્ડીયા દ્વારા ઓપરેટેડ અને જોડાણ ધરાવતી એરકોર્ડશેર ફલાઇટોમાં આ રાહત અસરકર્તા બનશે.

(3:50 pm IST)