Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૧૦૨ દિવસ ફાઇવ સ્ટાર હોટેલમાં રહ્યા પછી ભાઇ ૧૨.૩૪ લાખ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયા

હૈદ્રાબાદ તા ૧૨  : હૈદ્રબાદની તાજ બંજારા હોટેલમાં એક બિઝનેસ મેન મહિનાઓ સુધી રહ્યો અને તેનું લાખો રૂપિયાનું બીલ થયું. જોકે છેલ્લે તે ૧૨.૩૫ લાખો રૂપિયાનું બિલ ભર્યા વિના જ ગાયબ થઇ ગયો અને હોટેલે તેના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી. બિઝનેસમેનની ઓળખ શંકર નારાયણ તરીકે થઇ છે. તે મૂળ વિશાખા પટ્ટનમનો છે. શંકર મોસ્ટ લકઝુરિયસ રૂમમાં લગભગ ત્રણ મહિનામી વધુ લાંબો સમય રહ્યો હતો. જોકે એપ્રિલ મહિનામાં તે ૧૦૨ દિવસ રહ્યા પછી અચાનક ગાયબ થઇ ગયો હતો. જયારે હોટેલના સટાફે તેનું લેણાંની રકમ તપાસી તો ખબર પડી કે તેનું કુલ બિલ ૨૫.૦૬ લાખ રૂપિયાનું હતું. જેમાંથી તેણે માત્ર ૧૩.૬૨ લાખ રૂપિયા જ ચુકવ્યા હતા. બાકી નીકળતી ૧૨.૩૪ લાખ રૂપિયાની લેણી રકમ માટે જયારે તેને ફોન કર્યો તો તેણે વાયદા કરવાનું શરૂ કર્યુ. તે થોડાક દિવસમાં આપી દેશે એ વિચારીને હોટેલે રાહ જોઇ, પણ છેલ્લે જયારે તેનો ફોન બંધ કરી દીધો ત્યારે તેનો સંપર્ક થવાની પણ સંભાવના ન રહેતા આખરે પોલીસમાં ફરીયાદ નોંધાવી. ફરિયાદ થયા પછી શંકરભાઇ પાછા બહાર આવ્યા છે અને હવે એવ દાવો કરે છે કે, તેણે હોટલનું પુરૂ બિલ ભરીને જ ચેક-આઉટ કર્યુ હતું. એમ છતાં હોટલ ઉઘરાણી કરે છે અને હવે પોલિસ કમ્પ્લેઇન કરીને ઇમેજ ખરાબ કરે છે, એ માટે તે હોટલ વિરૂદ્ધ લીગલ એકશન લેવાનો છે.

(3:38 pm IST)