Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કોંગ્રેસ પક્ષ માટે નહેરૂ-ગાંધી પરિવાર બોજ પણ છે અને સંપતિ પણ છે

કોંગ્રેસ કારોબારીનો નિર્ણય નથી વખાણવા લાયક કે નથી વિવાદ કરવાને લાયકઃ સો મણનો સવાલ ઉઠે છે કે પક્ષ એક કાર્યકારી અધ્યક્ષ પણ ચૂંટી શકતો નથી તો પૂર્ણકાલિન અધ્યક્ષ ચૂંટી શકશે ખરો ?

નવી દિલ્હી, તા. ૧રઃ  શનિવારે મોડીરાત સુધી ચાલેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ સોનિયા ગાંધીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છેઙ્ગબેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે તેણીને પૂર્ણ કાલીન અધ્યક્ષની ચૂંટણી થઇ જાય ત્યાં સુધી પાર્ટી અધ્યક્ષ બનાવાયા છે

 

બેઠકમાં અધ્યક્ષ પદથી અપાયેલ રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો હતો.કાર્યસમિતિની બેઠક પહેલા અટકળ લગાવાઈ રહી હતી કે કોઈ અનુભવી અને બિન ગાંધી પરિવારના વ્યકિતને ચૂંટી કઢાશે પરંતુ બેઠક પૂર્ણ થઇ અને નવું નામ સામે આવ્યું નથી.શું ખરેખર કોંગ્રેસ પાસે હવે કોઈ નામ નથી અથવા નહેરુ-ગાંધી પરિવાર વગર તેનું હવે કામ ચાલી શકે તેમ નથી ?

કોંગ્રેસની હાલત નબળી છે ,કોંગ્રેસ માટે નહેરુ ગાંધી પરિવાર એક મોટો બોજ છે અને મોટી સંપત્ત્િ। પણ છે આજના દિવસમાં કોઈ બીજું નામ લેવાની હિંમત પણ થતી નથી અને એવું બતાવતું પણ નથી કે કોઈ બીજાનું નામ ચાલ્યું હતું કે નહીં.

સોશ્યલ મીડિયામાં મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ પૈકી એક મુકુલ વાસનિકનું નામ આવી રહ્યું હતું શું તેના નામ પર બેઠકમાં ચર્ચા થઇ કે નહિ ?

બેઠકમાં કોઈ સમિતિએ તેના નામનો પ્રસ્તાવ જ નહોતો મુકયો અથવા સમિતિએ તેના નામનો પ્રસ્તાવ આવ્યો તો કદાચ તેને સમર્થન નહોતું મળ્યું પરંતુ મોટો સવાલ એ છે કે સોનિયા ગાંધીના સાનિધ્યમાં શું ચૂંટણી થશે અને કોઈ નવા અધ્યક્ષ બનશે અથવા સોનિયા ગાંધી જ કાર્યકારી અધ્યક્ષ બની રહેશે અને પછી તે જ પૂર્ણકાલીન અધ્યક્ષ બનશે ,સવાલ એવો પણ છે કે જો પાર્ટી એક કાર્યકારી અધ્યક્ષ પણ ચૂંટી શકતી નથીતો શું પૂર્ણકાલીન અધ્યક્ષ ચૂંટી શકશે ખરી ?

હાલના સમયમાં કોંગ્રેસની હાલત નબળી છે અને ઉત્સાહ પણ મંદ છે,પાર્ટીને આગામી બે ત્રણ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવી છે નહીં કે પાર્ટીના આંતરિક ચૂંટણી કરવામાં વ્યસ્ત થવું છે

કોંગ્રેસનો કોઈ એવો નિર્ણંય નથી થયોકે જેમાં વખાણ કરી શકાય,પરંતુ આ નિર્ણંય પણ નથી જેના પર વિવાદ થાય,આ સ્થાયી અધ્યક્ષનું પદ નથી એટલા માટે એટલો વિવાદ પણ નથી સ્થાયી અધ્યક્ષ પદ માટે પહેલા અને ચૂંટણી સમયે વ્યાપક ચર્ચા થશે.

આમ પણ રાહુલના રાજીનામાં બાદ સોનિયા ગાંધી જ બધા નિર્ણયો કરતા હતા.એવી આશા રાખી શકાય કે કાર્યકારી અધ્યક્ષનો જે કાર્યકાળ હોય તે બહુ લાંબો ન થાય પરંતુ ઓછો હોય ચાર રાજયોમા ચૂંટણી થવા સુધી જ કાર્યકાળ હોય તો બહેતર ત્યારબાદ પાર્ટીએ પોતાની વ્યવસ્થામાં પરિવર્તન કરવું જોઈએ અને પાર્ટીમાં ચૂંટણી કરાવવી જોઈએ.

(11:39 am IST)