Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મહારાષ્ટ્ર સરકારને નોટીસ મોકલી

મરાઠા અનામત : મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબની માંગ

સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે જવાબની માંગ કરી : મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરાયેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સરકારની પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને નોકરીમાં મરાઠા સમુદાયને અનામત મંજુર કરવાના મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર આજે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇના નેતૃત્વમાં બેંચે મરાઠા ક્વોટા કાયદાની બંધારણીય કાયદેસરતાને યોગ્ય ઠેરવતા મુંબઇ હાઇકોર્ટના નિર્ણય પર કોઇ સ્ટે મુક્યો ન હતો. પરંતુ સાથે સાથે સ્પષ્ટતા કરી હતી કે વર્ષ ૨૦૧૪તી અમલી બને તે રીતે મરાઠા માટે અનામતને મંજુરી આપવાના પાસાને અમલી કરી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટ દ્વારા બે અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જે પૈકી એક હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી જે લક્ષ્મન રાવની હતી. હાઇકોર્ટે મહારાષ્ટ્માં નોકરી અને શિક્ષણમાં મરાઠા સમુદાય  માટે ક્વોટાને યોગ્ય ઠેરવી દેવાનો આદેશ કર્યો હતો. કોર્ટે આજે મહારાષ્ટ્ સરકારને નોટીસ ફટકારી હતી. મરાઠા અનામત કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો અપાયો હતો. સુપ્રીમ કોર્ટે જુદી જુદી અરજીઓ ઉપર સુનાવમી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટ મુંબઈ હાઈકોર્ટના ૨૭મી જૂનના આદેશની કાયદેસરતાને પડકાર ફેંકી અરજી ઉપર સુનાવણી હાથ ધરી હતી જેમાં મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં રોજગાર અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે ક્વોટા સાથે આગળ વધવાની લીલીઝંડી આપી હતી.

કોર્ટે મરાઠા અનામત કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર પણ મહારાષ્ટ્ર સરકારને આજે નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય સરકારનો નિર્ણય જે મરાઠા લોકોને અનામતને મંજુરી આપે છે. સાથે સાથે મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો જે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવે છે તે આત્મનિરીક્ષણ વગર અમલી બની શકે નહીં. મુંબઈ હાઈકોર્ટે ૨૭મી જૂનના દિવસે સરકાર નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠી સમુદાયના લોકોને આપવામાં આવેલા અનામતને યોગ્ય ઠેરવવાનો આદેશ કર્યો હતો. કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧૨ ટકા અનામતની મુકી હતી જ્યારે સરકારી નોકરીમાં ૧૩ ટકા અનામતની મર્યાદા નક્કી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં ૩૦મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે મરાઠા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું જેમાં મરાઠા સમુદાયના લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં ૧૬ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભાના આ નિર્ણય બાદ કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મરાઠી સમુદાયને અનામત રાજ્યમાં અનામતને ૫૨ ટકાથી વધારીને ૬૮ ટકા સુધી લઇ જશે જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા ૧૮ ટકા વધારે છે.

(8:37 pm IST)