Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભારતમાં ગરીબી ઘટી એટલુ જ નહી સ્વાસ્થ્ય - શિક્ષણને લઇને જીવનશૈલી સુધરી

ગરીબીના અલગ અલગ સ્વરૂપને પછાળી રહ્યુ છે ભારત

નવી દિલ્હી તા. ૧૨: ભારતમાં ગરીબી ઘટી રહી છે. આરોગ્ય અને શિક્ષણથી  માંડીને જીવનશૈલી સુધીમાં સુધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, ગરીબી માપવાની રીતો જુની છે. તેમા કહેવાયુ છે કે એક દેશ તો ઠીક એક પરિવારમાં પણ ગરીબીનું સ્તર એક સરખુ નથી હોતુ.

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓકસફર્ડ પાવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ  ઈનીશ્યેટીવ (ઓપીએચઆઇ)નો આ નવો રિપોર્ટ આવ્યો છે. તેમા ૧૦ દેશોમાં મલ્ટીડાઇમેન્શનલ પાવર્ટી ઈન્ડેક્ષ (એમપીઆઇ) હેઠળ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના હેઠળ ગરીબીના કેટલાય માપદંડો જોવામાં આવ્યા હતા. સામાન્ય રીતે નિર્ધતાને આવક દ્વારા માપવામાં આવતી હોય છે. જ્યારે એમપીઆઇમાં ૧૦ બાબતો પર ગણતરી થઇ હતી.  જે દેશોમાં સુધારો જોવા મળ્યો હતો તેમા ભારત પણ સામેલ છે.

ભારતે ૨૦૦૫ - ૦૬ અને ૨૦૧૫-૧૬ વચ્ચે સંપતિ , ધરેલુ ઈંધણ, સ્વચ્છતા, પોષણ, વીજળી, પીવાના પાણી, સાક્ષરતા , બાળ મૃત્યુદર  આરોગ્ય અને જીવનસ્તરના ક્ષેત્રમાં ઘણો સુધારો કર્યો છે. આ દરમ્યાન ૨૭.૧ કરોડ લોકોને અતિ ગરીબની સ્થિતીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુધારાની બાબતે ગ્રામ્ય વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ રાખી દીધા હતા. જો કે અત્યારે પણ ૩૭.૩ કરોડ ભારતીય લોકો અતિ અભાવમાં જીવન ગુજારી રહ્યા છે.

રિપોર્ટમાં ગરીબી બાબતે એક જ છત નીચે અલગ-અલગ ચીજો જોવા મળી હતી. ભારતમાં છોકરાઓ કરતા છોકરીઓને વધારે વિષમ પરિસ્થિતીમાં રહેવુ પડે છે. અહિં સ્કુલે જ જતી છોકરીઓની સંખ્યા વધારે છે. એમપીઆઇમાં પણ તેમનુ સ્તર છોકરા અને કરતા નીચુ છે.

(11:31 am IST)