Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભારતમાં રહેવા માટે મુંબઈ સૌથી મોંઘું શહેરઃ ભૂવનેશ્વર સૌથી સસ્તુ

રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવા દેશનાં શહેરો વિશે રિઝર્વે બેન્કે સર્વેક્ષણ કરાવ્યું હતુ

મુંબઈ, તા.૧૨: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બહાર પાડેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ ક્ષેત્રમાં આર્થિક અનુકૂળતામાં ઘટાડો થયો છે.

રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવા દેશનાં શહેરો વિશે રિઝર્વે બેન્કે સર્વેક્ષણ કરાવ્યું હતું અને એક તૈયાર કરી છે. એ યાદી અનુસાર, દેશમાં રહેવા માટે અફોર્ડ કરી શકાય એવા શહેરોમાં મુંબઈ સૌથી મોંદ્યા શહેર તરીકે ઉભરી આવ્યું છે.

રિઝર્વ બેન્કે આ સર્વેને રેસિડેન્શિયલ એસેટ પ્રાઈસ મોનિટરિંગ નામ આપ્યું છે. અહેવાલ અનુસાર, દેશમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ અફોર્ડેબિલિટીમાં ઘણો બગાડો થયો છે. હાઉસ પ્રાઈસ ટુ ઈન્કમ (HPTI) રેશિયો, જે માર્ચ-૨૦૧૫માં ૫૬.૧ હતો, તે માર્ચ-૨૦૧૯માં વધીને ૬૧.૫ થયો છે.

કેન્દ્રીય બેન્કે કરાવેલા સર્વે અનુસાર, લોન-ટુ-વેલ્યૂ (LTV) રેશિયો જે ચાર વર્ષ પહેલાં ૬૭.૭ ટકા હતો, તે વધીને ૬૯.૬ ટકા થયો છે. આનો અર્થ એ કે બેન્કો ગ્રાહકોને લોન આપવામાં વધારે જોખમ ઉઠાવતી થઈ છે. LTV એ હાઉસિંગ લોન પર ક્રેડિટ જોખમનું માપ છે.

રિઝર્વ બેન્કે આ સર્વે મુંબઈ, અમદાવાદ, પુણે, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, જયપુર, ચંડીગઢ, લખનઉ, ભોપાલ અને ભૂવનેશ્વરમાં કરાવ્યો હતો.

(11:30 am IST)