Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોબાઈલની લત છોડાવવા યુપીમાં શરૂ થશે દેશમાં પહેલી ઓપીડી

દર્દીઓને કાઉન્સેલીંગની સાથે દવાઓ પણ અપાશે : સ્કૂલોમાં પણ જાગૃતતા લાવવા કરાશે વર્કશોપ

નવી દિલ્હી, તા. ૧૨ :. મોબાઈલ અને ઈન્ટરનેટથી આજે લોકોના કામ તો સરળ બની રહ્યા છે પણ મોટી સંખ્યામાં લોકોને તેની લત પણ લાગી રહી છે.

મોબાઈલ ન મળે તો તેમનામાં ચિડીયાપણુ અને બેચેની વધી રહી છે. આ સમસ્યાથી છૂટકારો અપાવવા માટે પ્રયાગરાજની જીલ્લા હોસ્પીટલ કોલ્વિનમાં ખાસ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. તેના દર્દીઓને કાઉન્સેલીંગની સાથે દવાઓ પણ આપવામાં આવશે તેની સાથે સાથે કેટલીક ખાસ થેરેપીઓ અને યોગ પણ કરાવવામાં આવશે.

નાના મોટા, મહિલાઓ, પુરૂષો બધા મોબાઈલમાં ગેમ રમવાનું, ચેટીંગ કરવાનું, ફોટો મુકવાનુ અને કોમેન્ટ કરવાનું વ્યસન ધરાવતા થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે ચાર પાંચ વર્ષના બાળકો પણ મોબાઈલમાં ગેમ અને કાર્ટુન જોયા વગર નથી રહી શકતા. ઘરના લોકોના કહેવા છતા બાળકો ગેમ રમવાનું છોડતા નથી. આ ટેવ તેમના માનસિક વિકાસ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

મનોચિકિત્સક ડો. પાસવાને જણાવ્યુ કે અત્યારે બેંગાલુરૂ અને ચંદીગઢની હોસ્પીટલમાં આ પ્રકારની ઓપીડી ચાલે છે. યુપીમાં પ્રયાગરાજમાં આ પહેલ કરવામાં આવી રહી છે. મોબાઈલમાં સતત ગેમ રમવાથી અથવા તેના સંપર્કમાં વધુ વાર રહેવાથી ઘણી જાતની બિમારીઓ થઈ રહી છે.ઈન્ટરનેટ પર કેટલીય ખતરનાક ગેમ પણ હોય છે અને બાળકો તેમના તરફ ઝડપથી આકર્ષિત થઈ રહ્યા છે. બ્લુ વ્હેલ, પબજી જેવી કેટલીય ગેમ્સ છે જે બા ળકો માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે.

ડો. પાસવાને જણાવ્યુ કે મોબાઈલના વધારે પડતા ઉપયોગ બાબતે શાળાઓમાં પણ જાગૃતતા માટે વર્કશોપ કરવામાં આવશે. તેમા તેમની સાથે મનોવૈજ્ઞાનિક પણ જોડાશે જે બાળકોનું કાઉન્સેલીંગ કરવાની સાથે મોબાઈલનો વધુ ઉપયોગ કરતા બાળકોને અલગ તારવશે.

ઈન્ટરનેટની ટેવ દુનિયાભરમાં સમસ્યા બની રહી છે. દક્ષિણ કોરીયાની સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કોમ્પ્યુટર ગેમર્સ માટે અડધી રાત્રે ઈન્ટરનેટનો કર્ફયુ લાગુ કરી રહી છે. જેનાથી તેમને દેશની સૌથી લોકપ્રિય ગેમ લીગ ઓફ લીજેન્ડ અને સડન એટેક રમતા રોકી શકાય. સરકારનું કહેવુ છે કે તે સ્માર્ટ ફોન ગેમર્સ માટે રાતમાં શટડાઉનનો વિસ્તાર કરી શકે છે.

(11:24 am IST)
  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST

  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST