Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જળસંચય માટે લીઝ ઉપર જમીન આપનારા ખેડૂતોને દિલ્હી સરકાર દર વર્ષે હેક્ટર દીઠ રૂ.૭૭ હજાર આપશે

નવી દિલ્હી: જળ સંચય માટે લીઝ પર જમીન આપનાર ખેડૂતોને દિલ્હી સરકાર દ્વાર દર વર્ષે 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવામાં આવશે. દિલ્હીમાં ઘટતા પાણીના સ્તરને બચાવવા માટે દિલ્હી સરકારે પ્રાકૃતિક રીતે જલ સંચય કરવાનો નિર્ણય કર્યો છે. યોજનાઓ અમલમાં મૂકવા માટે, દિલ્હી સરકારે 10 જુલાઇએ કેબિનેટની બેઠકમાં જય સંચય પ્રોજેક્ટ પર ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટિની રિપોર્ટને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કેઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટિએ તેમના રિપોર્ટમાં મહત્વાકાંક્ષી યોજના માટે લીઝ પર તેમની જમીન આપનાર ખેડૂતોને પ્રતિ વર્ષ 77000 રૂપિયા પ્રતિ એકરના દરે ચૂકવવાની ભલામણ કરી છે. પાઇલટ પ્રોજેક્ટ માટે ખેડૂતોને તેમની જમીનના હિસાબથી રમક આપવામાં આવશે. દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં તેમની જેમ પહેલા પ્રોજેક્ટમાં યમુના ફ્લડ પ્લેન વિસ્તારમાં કુદરતી રીતે પાણી સંગ્રહિત કરવામાં આવશે. યોજનાના પાયલટ પ્રોજેક્ટને મહિનાથી શરૂ કરવાની તૈયારી છે.

તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ખાસ કરીને ગર્મિઓના દિવસોમાં પાણીની અછત દુર કરવા માટે એક મહત્વનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ અંતર્ગત, યમુના પૂર યોજના હેઠળ પલ્લા અને વાઝીરાબાદ વિસ્તારો જળ સંચય માટે એક મોટૂં રિસર્વોઇર બનાવવામાં આવશે. ઉપરાંત, ફ્લડ પ્લેસમાં નાના-નાના પોન્ડ્સ (તળાવ) બનાવવામાં આવશે, જેમાં વરસાદ દરમિયાન યમુનામાં વહેતા પાણીને ભેગુ કરવામાં આવશે. દિલ્હી સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) કમિટિની બે એપ્રૂવલ્સ છોડી પાયલટ પ્રોજેક્ટથી સંબંધિત વધારે એપ્રૂવલ્સ પ્રાપ્ત કરી છે.

(4:48 pm IST)
  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST