Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કાપેલી-ફાટેલી નોટો બદલવ RBI એ જાહેર કર્યા નવા નિર્દેશ

નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંકે કપાયેલી - ફાટેલી નોટ બદલવા માટે નવી ગાઇડ લાઇન રજૂ કરી છે. એવી નોટ જે પાણી, પરસેવો, કોઇ અન્ય ચીજો લાગવાથી ખરાબ રીતે ગંદી થઇ ગઇ હોય, જેના બે ટુકડાં થઇ ગયા હોય પરંતુ એમાં જરૂરી ફીચર ગુમ થયા ના હોય તો તો એનાથી સરકારી લેણા હાઉસ ટેક્સ, સીવર ટેક્સ, વોટર ટેક્સ, વીજળી બીલ વગેરેની ચુકવણી કરી શકાશે. સાથે જ બેંક કાઉન્ટર પર એમને જમા પણ કરવામાં આવશે.

(12:58 pm IST)