News of Thursday, 12th July 2018

ભારતીય સૈન્યમાં જોડાવાની તમન્ના પુરી ન થતા આગ્રાના ગ્રેજ્યુએટ યુવાનની આત્મહત્યા: ફેસબૂક ઉપર લાઈવ વિડિઓ મુક્યો: 2750 લોકોએ જોયા પછી પણ કોઈએ પરિવારજનોને ચેતવ્યા નહીં

આગ્રા:  વીર ભગતસિંહ જેવા શહીદોના જીવનમાંથી પ્રેરણા મેળવી ભારતના સૈન્યમાં જોડાવા માટે પાંચ વખત પ્રયત્ન કર્યા પછી પણ એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ નહીં થઇ શકતા આગ્રાના 24 વર્ષીય સાયન્સ ગ્રેજ્યુએટ યુવાન મુન્ના કુમારએ ડિપ્રેશનમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 દુઃખદ બાબત એ છે કે તેને આત્મહત્યા કરતા પહેલાનું નિવેદન તથા આત્મહત્યાનો વિડિઓ ફેસબૂક ઉપર લાઈવ મુકતા 2750  લોકોએ તે જોયો હતો.પરંતુ એક પણ વ્યક્તિએ તેના પરિવારજનોને જાણ કરવાની કે ચેતવવાની તસ્દી લીધી ન હતી.  આત્મહત્યા કરતા પહેલાનું નિવેદન તથા આત્મહત્યાનો વિડિઓ ફેસબૂક ઉપર લાઈવ મુકતા 2750  લોકોએ તે જોયો હતો.પરંતુ એક પણ વ્યક્તિએ તેના પરિવારજનોને જાણ કરવાની કે ચેતવવાની તસ્દી લીધી ન હતી.

(12:45 pm IST)
  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • રાજકોટ પંથકના જસદણમાં 1.5 ઇંચ વરસાદ :ધોધમાર વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા:.જસદણની ભાદર નદીમાં ઘોડાપુર :નવા નીરને વધાવવા ટોળા ઉમટી પડ્યા access_time 11:24 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST