News of Thursday, 12th July 2018

મોદી ટ્વીટર પર બીજા સૌથી પ્રભાવશાળી વિશ્વ નેતા : ટ્રમ્પ ટોપ પર

૧.૧ કરોડથી વધુ ફોલોઅર્સની સાથે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ન માત્ર વિશ્વની સૌથી વધુ ફોલો થનારી મહિલા વિશ્વ નેતા છે

નવી દિલ્હી તા. ૧૨ : પોતાના વ્યકિતગત ટ્વીટર એકાઉન્ટ પર ૪.૨ કરોડ ફોલોઅર્સની સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (૫.૨ કરોડ) અને પોપ ફ્રાન્સિસ (૪.૭ કરોડ)થી પાછળ છે, પરંતુ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પ્રભાવના મામલામાં તે બીજા સૌથી મહત્વપૂર્ણ વિશ્વ નેતા છે. એક ગ્લોબલ સ્ટડીમાં આ જાણકારી આપવામાં આવી છે.

૧.૧ કરોડથી વધુ ફોલોઅર્સની સાથે ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ન માત્ર વિશ્વની સૌથી વધુ ફોલો થનારી મહિલા વિશ્વ નેતા છે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ ફોલો થનારા વિદેશ પ્રધાન પણ છે. ગ્લોબલ કમ્યુનિકેશન એજન્સી બીસીડબલ્યૂના ૨૦૧૮ ટ્વિપ્લોમેસી અભિયાસમાં આ જાણકારી આપવામાં આવી છે. આ અભ્યાસમાં ૯૫૧ ટ્વીટર એકાઉન્ટની ગતિવિધિઓનો અભિયાન કરવામાં આવ્યો. જેમાં સરકારના પ્રમુખ અને વિદેશ પ્રધાન સામેલ હતા. આ અભ્યાસ ક્રાઉડટેંગલ ડોટ કોમના એગ્રીગેટ આંકડાના માધ્યમથી કરવામાં આવ્યો, જે એક કન્ટેન્ટ ડિસ્કવરી અને સોશિયલ મોનિટરિંગ પ્લેટફોર્મ છે.

મોદીના જયાં વર્તમાનમાં ટ્વીટર પર ૪.૩૪ કરોડ ફોલોઅર્સ છે. તો ટ્રમ્પના ૫.૩૪ કરોડ અને સ્વરાજના ૧.૧૮ કરોડ ફોલોઅર્સ છે. ટ્રમ્પ ૨૦૧૭ના ઓકટોબરમાં પોપ ફ્રાન્સિસને પછાડતા વિશ્વમાં સૌથી વધુ ફોલોવ થનારા વિશ્વ નેતા બન્યા હતા. તેમના ૯ ભાષાઓમાં ટ્વીટર એકાઉન્ટ છે, જેના કુલ ૪.૭ કરોડ ફોલોઅર્સ છે.

ટ્રમ્પ દ્વારા ૨૦૧૭માં ૨૦ જાન્યુઆરીએ પદભાર સંભાળ્યા બાદથી તેમના ફોલોઅર્સની સંખ્યા બમણી થઈ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વીટ પર છેલ્લા ૧૨ મહિનામાં સરેરાશ ૨૬.૭ કરોડ ઇન્ટરેકશન (લાઇકસ અને રિટ્વીટ્સ) થયા. આ મોદીના ટ્વીટની તુલનામાં પાંચ ગણા વધારે છે, જેના ૫.૨ કરોડ ઇન્ટરેકશન થયા, જયારે પોપ ફ્રાન્સિસના ટ્વીટના ૨.૨ ઇન્ટરેકશન નોંધાયા છે.

(11:24 am IST)
  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST