News of Thursday, 12th July 2018

યુ.કે.માં સ્‍થાયી થયેલા NRI બ્રોડકાસ્‍ટર શ્રી મહેન્‍દ્ર કૌલનું નિધનઃ રેડિયો કાશ્‍મીર, ઓલ ઇન્‍ડિયા રેડિયો તથા BBC લંડન ઉપર સેવાઓ આપી હતી

લંડનઃ યુ.કે.માં અગ્રણી સુવિખ્‍યાત બ્રોડકાસ્‍ટર તથા જર્નાલીસ્‍ટ ભારતીય મૂળના શ્રી મહેન્‍દ્ર કૌલનું ૯૫ વર્ષની જૈફ વયે ટુંકી માંદગી બાદ આજરોજ દુઃખદ અવસાન થયું છે.

ભારતના કાશ્‍મીરમાં જન્‍મેલા સ્‍વ.કૌલએ રેડિયો કાશ્‍મીરથી કારકિર્દી શરૂ કર્યા બાદ, ઓલ ઇન્‍ડિયા રેડિયો તથા BBC લંડન   ઉપર પોતાના મધુર કંઠનો પરિચય આપ્‍યો હતો. તેઓ કિવન એલિઝાબેથી બીજાના હસ્‍તે બ્રિટીશ એમ્‍પાયરનું વિરૂદ મેળવનારા સૌપ્રથમ ભારતીય હતા.

(11:52 pm IST)
  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST