Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

શ્રીલંકાને મળ્યાં નવા પ્રધાનમંત્રી:રાનિલ વિક્રમસિંઘેએ લીધા પીએમ પદના શપથ

73 વર્ષીય વિક્રમસિંઘે 5 વાર પીએમ રહી ચૂક્યા છે :યુનાઈટેડ નેશનલ પાર્ટીના ચીફ

  • શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી મળ્યાં છે. દેશમાં ચાલી રહેલી કટોકટીની વચ્ચે રાનિલ વિક્રમસિંઘેએ પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ રાનિલ વિક્રમસિંઘેને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવ્યાં હતા. નવા પ્રધાનમંત્રી સામે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો મોટો પડકાર હશે. શ્રીલંકામાં સ્થિતિ સતત કથળી રહી છે. અત્યાર સુધી હિંસામાં 9 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ ભારે હિંસા અને પ્રદર્શનકારીઓના દબાણને કારણે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
  •    73 વર્ષીય રાનિલ વિક્રમસિંઘે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા નથી, આ પહેલા 5 વાર તેઓ દેશના પીએમ રહી ચૂક્યા. વિક્રમસિંઘે યુનાઇટેડ નેશનલ પાર્ટીના વડા છે અને તેમની રાજકીય કારકિર્દી લાંબી રહી છે. 73 વર્ષીય શ્રીલંકાના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારોમાંથી એક છે. તેમના પિતા એસ્મોન્ડ વિક્રમસિંઘે પ્રખ્યાત એડવોકેટ અને મીડિયા બેરોન હતા. તેમના કાકા, જે.આર. જયવર્ધને, શ્રીલંકાના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ હતા. યુકેમાં ભણેલા બેરિસ્ટર વિક્રમસિંઘે 1977માં પ્રથમ વખત સંસદની ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા. ત્યાર બાદ 2020 સુધી દરેક સંસદની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ જયવર્ધને અને પ્રેમદાસાની સરકારમાં કેબિનેટ મંત્રી હતા
(8:01 pm IST)