Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

શાળાઓનું વેકેશન બે માસને બદલે ૧૫ દિવસ કરી દેવાયું

તાપમાં પણ દિલ્હીમાં શાળાઓનું વેકેશન ટૂંકાવાયું : બે વર્ષથી કોરોનાના કારણે શાળાઓ બંધ હતી, જેના કારણે વિધાર્થીઓના ભણતર પર અસર થઇ હોઈ સરકારનો નિર્ણય

નવી દિલ્હી, તા.૧૨ : દેશભરમા પડી રહેલી તપતપતી ગરમીમા લોકો શેકાઇ રહ્યાં છે,ત્યારે શાળાએ જતા વિધાર્થીઓ ઉનાળુ વેકેશનની રાહ જોતા હોય છે. હવે દિલ્હીની સરકારી શાળાઓમા ઉનાળુ વેકેશન ૨ મહિનાને બદલે હવે માત્ર ૧૫ દિવસનું કરી દેવામા આવ્યુ છે. દિલ્હીમાં સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન ૧૦મે થી શરુ થઇ જાય છે, પણ આ વખતે આવુ નથી થવાનુ. ધોરણ ૩થી લઇને ૧૨ સુધીમાં ઉનાળુ વેકેશન ફક્ત ૧૫ દિવસનું રહેશે,દિલ્હીની શાળાઓમાં ૧૫ જૂનથી લઇને ૩૦ જૂન સુધી બંધ રહેશે.

જેનુ કારણ એજ છે કે, બે વર્ષથી કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ હતી, જેના કારણે વિધાર્થીઓના ભણતર પર અસર થઇ હતી. છાત્રોમાં લર્નિંગ ગેપ થઇ ગયો છે. ધોરણ ૧૦ થી ૧૨ ની બોર્ડ પરિક્ષાની તૈયારીઓ માટે પરીક્ષા પહેલા પણ રજાઓ આપવામા આવતી હોય છે, જે  આ વખતે પણ  મળશે.

દિલ્હીમાં ગરમી આ વર્ષે રેકોર્ડ પર રેકોર્ડ તોડતી નજર આવી રહી છે, મળતી માહિતી પ્રમાણે ગરમીના કારણે માત્ર અડધી સંખ્યાંમાં જ વિધાર્થીઓ શાળાએ આવી રહ્યાં છે, વિધાર્થીઓ પર શાળાએ આવવા માટે કોઇ દબાવ પણ આપવામા નથી આવી રહ્યો.

(7:56 pm IST)