Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

દેશમાં રિટેલ ફૂગાવો ૭.૭૯ ટકાના ઊંચા દરે પહોંચ્યો

મહામારી બાદ દેશમાં મોંઘવારીનો ભયાનક ભરડો : મે-૨૦૧૪ પછીનો સૌથી ઉંચો મોંઘવારી દર, એપ્રિલ ૨૦૨૧માં મોંઘવારી દર ૪.૨૩ ટકા નોંધાયો હતો

નવી દિલ્હી, તા.૧૨ : મહામારી બાદ હવે મોંઘવારીએ ભરડો લીધો છે અને ખાદ્યચીજો તેમજ ઇંધણ-વીજળીની વધતી કિંમતથી ભારતમાં ફુગાવો  ગંભીર સ્વરૃપ ધારણ કરી રહ્યુ છે. આજે જાહેર થયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેક્શન (સીપીઆઇ) એટલેકે રિટેલ ફુગાવો એપ્રિલમાં વધીને ૭.૭૯ ટકાના સ્તરે પહોંચ્યો છે જે મે-૨૦૧૪  પછીનો સૌથી ઉંચો મોંઘવારી દર છે.

આર્થિક નિષ્ણાંતોએ એવો અંદાજ મૂક્યો હતો કે રિઝર્વ બેક્ન દ્વારા એકાએક વ્યાજદરમાં વધારો કરવા પાછળનું કારણ એપ્રિલમાં ફુગાવો ૮.૩ ટકા રહેવાની ધારણા હતી.  તો માર્ચના ૬.૯૫ ટકાની સામે એપ્રિલમાં રિટેલ ઇન્ફ્લેશન ૦.૮૪ ટકા વધીને ૭.૭૯ ટકા થયો છે. તો એપ્રિલ ૨૦૨૧માં મોંઘવારી દર ૪.૨૩ ટકા નોંધાયો હતો.

ખાદ્ય ચીજોમાં મોંઘવારી દર વધીને એપ્રિલમાં ૮.૩૮ ટકા થયો જે માર્ચમાં ૭.૬૮ ટકા અને વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૧.૯૬ ટકા હતો.

છેલ્લા જાન્યુઆરી મહિનાથી રિટેલ ફુગાવો રિઝર્વ બેક્નના ૬ ટકાના ટાર્ગેટ કરતા ઉંચો રહ્યો છે.

 

 

 

(7:55 pm IST)