Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આ ભાઈએ ૨૮ પત્‍નિઃ ૩૫ સંતાનો અને ૧૨૬ પૌત્રો - પૌત્રીઓની હાજરીમાં ૩૭મા લગ્ન કર્યા

સોશ્‍યલ મીડિયા પર વિચિત્ર લગ્નનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્‍યક્‍તિ તેની ૨૮ પત્‍નીઓ, ૩૫ સંતાનો અને ૧૨૬ પૌત્રો-પૌત્રીઓની હાજરીમાં ૩૭મા લગ્ન કરી રહ્યો છે.  વિડિયોમાં દાવો કરાયો છે કે આ ભાઈ આ પૂર્વે ૩૬ લગ્ન કરી ચૂક્‍યાં છે અને બહોળું કુટુંબ ધરાવે છે. આઇપીએસ અધિકારી રૂપિન શર્માએ આ વિડિયો શેર કરી પોતાના સંપૂર્ણ પરિવારની હાજરીમાં ૩૭મા લગ્ન કરનારા આ પુરુષને બહાદુર ગણાવ્‍યો છે. જોકે આ ઘટના ક્‍યારે બની છે અને કયા દેશમાંથી વિડિયો અપલોડ કરાયો છે એ વિશે કોઈ જાણકારી નથી.

(4:20 pm IST)