Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભૂપેન્દ્રભાઇ સરળ અને સાત્વિક વ્યકિત : પાટીલના નેતૃત્વમાં પાર્ટીમાં નવું જોમ

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની પ્રશંસા કરતા રાઘવજી પટેલ

રાજકોટ : આજે અકિલાના આંગણે વાતચીત વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની મુકતકંઠે પ્રશંસા કરી હતી.
તેમને જણાવેલ મુખ્યમંત્રી સંપૂર્ણ નિરાભિમાની, સરળ અને સાત્વીક વ્યકિત છે. તેમને ધર્મ પ્રત્યે અપાર શ્રધ્ધા છે. કોઇપણ જાતના પૂર્વગ્રહ વગર લોક કલ્યાણના કાર્યો કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સખ્ત મહેનતુ છે. તેમને પાર્ટીને નવુ જોમ બક્ષી દોરતી કરી છે. તેમના નેતૃત્વમાં પાર્ટીને સતત જીત મળી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ બન્નેના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

 

(3:52 pm IST)