Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઘરની અંદર રખાયેલ જુના માટીના વાસણમાંથી ૧૦૦ થી વધુ ઝેરી સાપ મળતા દહેશત

લખનૌ, તા.૧૨: યુપીના આંબેડકરનગર જીલ્લાના એક ગામમાં મોટી સંખ્‍યામાં ઝેરીલા સાપનું સમુહ ઘરની અંદર રાખેલ એક માટીના વાસણમાંથી મળતા ભારે કુતુહલ સર્જાયુ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ આ વાસણમાંથી ૧૦૦ થી વધુ સાપ હોવાનું જાણવા મળ્‍યુ છે. તે કોબ્રા જાતિના હોવાનું પણ જણાવાયુ હતુ. આંબેડકરનગરના આલાપુર તાલુકાના મદુઆના ગામના ઘરમાં એક જુનુ માટીનું વાસણ રાખવામાં આવ્‍યુ હતુ. ઘણા સમય બાદ મંગળવારે અચાનક મકાન માલિકે તે માટીના વાસણને જોયુ તો તેના હોશ ઉડી ગયા હતા. આખુ વાસણ ઝેરીલા સાપથી ભરાયેલુ હતુ.

આટલી મોટી સંખ્‍યામાં ઝેરીલા સાપ મળતા ગામમાં દહેશત ફેલાઇ ગઇ હતી અને ગામ લોકો આ મકાન પાસે ઉમટી પડયા હતા.

(3:14 pm IST)