Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

યુપીના જાલોનમાં બનશે સૌથી મોટી કાઉ સફારી

જાલોન, તા. ૧ર :  ઉત્તરપ્રદેશના ખેડૂતોને રખડતા પશુઓની સમસ્‍યાથી ઉગારવા યોગી સરકાર ઇટાવાની લાયન સફારીની જેમ જાલોનમાં કાઉસફારી બનાવશે. આના માટે ઉરઇમાં ૧પ૦ એકરથી વધારે જમીન નકકી કરાઇ છે. જીલ્લા પ્રશાસન વન વિભાગની જમીન પર ટુ઼ક સભયમાં કામ શરૂ કરશે. પ્રશાસનનું કહેવું છે કે આ મહિનાના અંત સુધીમાં કાઉસફારીનું કામ શરૂ થઇ જશે. કાઉસફારી બનવાથી રખડતા ભટકતા પશુઓ પર રોક લાગશે અને બેસહારા પશુઓને એક સ્‍થાયી જગ્‍યા મળશે.

આ પ્રોજેકટ સફળ રહેશે તો યુપીના અન્‍ય જીલ્લાઓમાં પણ કાઉસફારી બનાવવાની યોજના પર કામ શરૂ થશે. કલેકટર પ્રિયંકા નિરંજને જણાવ્‍યું કે જીલ્લામાં સાત કાન્‍હા ગૌશાળા તથા ૩૬૦ અન્‍ય ગૌશાળાઓ છે. હવે વનવિભાગની જમીન પર કાઉસફારીની યોજના તૈયાર કરાઇ છે. આ કાઉસફારીમાં લગભગ ર થી ૩ હજાર પશુઓને રાખી શકાશે.

ગૌવંશના રક્ષણ માટે યુપી સરકાર ચિંતીત અને ગંભીર છે. વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં પણ આવારા પશુઓ અંગે કહેવાયું હતું. વડાપ્રધાન મોદીએ પણ યુપીમાં ગોવંશ અને આવારા પશુઓની સમસ્‍યાનો ઉલ્લેખ પોતાના ભાષણોમાં કર્યો હતો.

દેશમાં ગોવંશ સંરક્ષણ મોડલ ઉભુ કરવાનું કામ સૌ પહેલા મધ્‍યપ્રદેશમાં કરાયું હતું. શિવરાજ સરકારે ર૦૧૭ નાં પહેલી કાઉ સેન્‍ચ્‍યુરી બનાવી હતી. આ કાઉ સફારી આગર માલવા જીલ્લાના સુસનેર તાલુકાના સાલરીયા ગામમાં બનાવાઇ છે. ૪૭ર હેકટર જમીનમાં બનેલ આ કાઉ સેન્‍ચ્‍યુરીમાં ર૪ શેડ છે.

(3:12 pm IST)