Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

૧૧ મહિનામાં ૯૪ અધિકારીઓને ફરજીયાત નિવૃતિરેલ્‍વે દ્વારા મોટી કાર્યવાહીઃ ૧૯ બેદરકાર અધિકારીઓને ઘર ભેગા કરાયા

નવી દિલ્‍હી, તા.૧૨: રેલ્‍વે બોર્ડે એક જ દિવસમાં ૧૯ સીનીયર ફર્સ્‍ટ કલાસ અધિકારીઓને ફરજીયાત રિટાયર કરી દીધી છે. તેમને વીઆરએસ આપી દેવાયુ છે. કામકાજની સમિક્ષા પછી આમાંથી કેટલાક અધિકારીઓ કામમાં સક્ષમ નહોતા જણાયા અને તેમને અવારનવાર ચેતવણીઓ આપવામાં આવી હતી. બોર્ડ આ પહેલા પણ ૭૫ અધિકારીઓને વીઆરએસ આપી ચૂકયું છે. કામકાજની સમિક્ષા પછી આમાંથી કેટલાક અધિકારીઓ કામમાં સક્ષમ નહોતા જણાયા અને તેમને અવારનવાર ચેતવણીઓ આપવામાં આવી હતી. બોર્ડ આ પહેલા પણ ૭૫ અધિકારીઓને વીઆરએસ આપી ચૂકયું છે.

રેલ્‍વે સુત્રો અનુસાર, જેમને વીઆરએસ આપી દેવાયુ છે. તેમાં ઇલેકટ્રીકલ, પર્સોનેલ, મીકેનીકલ, સ્‍ટોર, સીવીલ એન્‍જીનીયર, સિગ્નલ એન્‍જીનીયર અને ટ્રાફીક સર્વિસા ઉચ્‍ચ અધિકારીઓ છે. તેમાં રેલ્‍વે બોર્ડના બે સચીવ સ્‍તરના અધિકારીઓ સહિત એક ઝોનલ રેલ્‍વેના જનરલ મેનેજર સામેલ છે. આ ઉપરાંત વેસ્‍ટર્ન રેલ્‍વે, સેન્‍ટ્રલ રેલ્‍વે, ઇસ્‍ટર્ન રેલ્‍વે, નોર્ધન રેલ્‍વે, નોર્ધન સેન્‍ટ્રલ રેલ્‍વે સહિત રેલ કોચ ફેકટરી કપૂર થલા, મોડર્ન કોચ ફેકટરી રાયબરેલી, ડીઝલ લોકોમોટીવ વર્કસ વારાણસી અને આરડીએસઓ લખનૌ વગેરેના સીનીયર અધિકારીઓ સામેલ છે.

સુત્રો અનુસાર, ભારતીય રેલ્‍વેમાં અધિકારીઓને વીઆરએસ આપવાનો સીલસીલો જુલાઇ ૨૦૨૧થી જ શરૂ થઇ ગયો હતો. જુલાઇ ૨૦૨૧માં ૯, ઓગષ્‍ટમાં ૬ અધિકારીઓને વીઆરએસ અપાયુ હતું. આ વર્ષમાં જાન્‍યુઆરીમાં ૧૧, ફેબ્રુઆરીમાં ૮, માર્ચમાં ૭, એપ્રીલમાં ૫ અને ૧૦મે સુધીમાં ૩ અધિકારીઓને વીઆરએસ આપીને ઘરભેગા કરાયા છે. સુત્રોએ જણાવ્‍યું કે જૂન-જુલાઇમાં ઘર ભેગા કરાનાર અધિકારીઓની યાદી તૈયાર થઇ રહી છે. કહેવામાં એવું આવે છે કે ઉપરોકત અધિકારીઓએ વીઆરએસ માંગ્‍યુ હતુ પણ હકીકતમાં તેમના પર અક્ષમતા, કામ પ્રત્‍યે સત્‍યનિષ્‍ઠાનો અભાવ, ખરાબ પ્રદર્શન વગેરે બાબતે તેમને ઘણા સમયથી ચેતવણી અપાઇ રહી હતી. સુત્રો અનુસાર રેલ્‍વે પ્રધાન અશ્‍વિની વૈષ્‍ણવે રેલ્‍વેના ઉચ્‍ચ અધિકારીઓ સાથેની મીટીંગમાં કહ્યું હતુ કે કામ કરો નહીંતર ઘરે જાઓ. વૈષ્‍ણવના ૧૧ મહિનાના કાર્યકાળમાં સીનીયર અધિકારીઓનો વીઆરએસનો આંકડો ૯૪ થયો છે. હજુ પણ આવા અધિકારીઓની શોધખોળ ચાલુ જ છે.

(3:11 pm IST)