Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઈથોસ લિ.નો IPO ૧૮મીના ખુલશે

(કેતન ખત્રી), અમદાવાદઃ ચંદિગઢ સ્‍થિત ઇથોસ લિમિટેડે તેના પ્રથમ જાહેર ભરણાં માટે પ્રતિ ઇક્‍વિટી શેર રૂ.૮૩૬ થી રૂ.૮૭૮ પર તેનો પ્રાઇસ બેન્‍ડ નિર્ધારિત કર્યો છે. કંપનીનું ઇનિશિયલ પબ્‍લિક ઓફર સબસ્‍ક્રિપ્‍શન માટે બુધવારે ૧૮ મેના રોજ ખુલશે અને શુક્રવારે ૨૦ મેના રોજ બંધ થશે.

રોકાણકારો ઓછામાં ઓછા ૧૭ ઇકિવટી શેર અને ત્‍યારબાદ ૧૭ ઇકિવટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે. IPOમાં એકંદરે કુલ રૂ.૩૭,૫૦૦ લાખના ઇક્‍વિટી શેરોના નવા ઇસ્‍યુ અને ૧,૧૦૮,૦૩૭ ઇક્‍વિટી શેર સુધી વેચાણ દરખાસ્‍ત (OFS)નો સમાવેશ થાય છે.ઇથોસ ભારતમાં પ્રિમિયમ અને લક્‍ઝરી વોચનો નોંધપાત્ર હિસ્‍સો ધરાવે છે અને રિટેલમાં ઓમેગા, IWS શેફોસેન, જેઇગર લી કોલ્‍ટ્રે, પાનેરાઇ, બલ્‍ગારી, એચ. મોઝર એન્‍ડ સીઇ, રાડો, લોન્‍ગિન્‍સ, બાઉમે એન્‍ડ મેર્સિયર, ઓરિસ SA, કોરમ, કાર્લ એફ બુચેરેર, ટિસ્‍સોટ, રેમન્‍ડ વેઇલ, લૂઇસ મોઇનેટ અને બેલમેઇન જેવી રિટેલ ૫૦ પ્રિમિયમ અને લક્‍ઝરી વોચ બ્રાન્‍ડ ધરાવે છે. તે ભારતમાં લક્‍ઝરી વોચ રિટેલ ક્ષેત્રમાં ૨૦ ટકા અને પ્રિમિયમ અને લક્‍ઝરી વોચ રિટેલ ક્ષેત્રમાં ૧૩ ટકા જેટલો મજબૂત બજાર હિસ્‍સો ધરાવે છે.કંપનીની નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે કામગીરીમાંથી પ્રાપ્‍ત થયેલી આવક રૂ.૩૮,૬૫૭.૦૭ લાખ છે, જ્‍યારે તેનો આ જ સમયગાળા માટે વર્ષ માટે પુનઃનિર્ધારિત નફો રૂ.૫૭૮.૫૩ લાખ હતો. ડિસેમ્‍બર ૨૦૨૧ના રોજ સમાપ્ત થતા નવ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ.૪૧,૮૫૯.૩૧ લાખ હતી અને આ જ સમયગાળા માટે પુનઃનિર્ધારિત નફો રૂ.૧,૫૯૮.૭૮ લાખ હતો.

(2:58 pm IST)