Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેનું દુબઈમાં હાર્ટ એટેકથી નિધન : થોડા દિવસ પહેલા દુબઇ મુકામે મિત્રને મળવા ગયા હતા : ગઈકાલ રાત્રે અચાનક હાર્ટ એટેક આવી જતા ચિર વિદાય લીધી : મૃતદેહ દુબઈથી મુંબઈ લવાશે

મુંબઈ : શિવસેનાના ધારાસભ્ય 52 વર્ષીય રમેશ લટકેનું દુબઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ થોડા દિવસ પહેલા દુબઇ મુકામે મિત્રને મળવા ગયા હતા .તેમને ગઈકાલ રાત્રે અચાનક હાર્ટ એટેક આવી જતા ચિર  વિદાય લીધી છે. તેમનો મૃતદેહ દુબઈથી મુંબઈ લવાશે.

એહવાલ પ્રમાણે જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમનો પરિવાર ખરીદી કરવા માટે બહાર ગયો હતો. ધારાસભ્ય રમેશ લટકેના પાર્થિવ શરીરને દુબઈથી મુંબઈ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

રમેશ લટકે વર્ષ 2014 માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ શેટ્ટીને હરાવીને પ્રથમ વખત અંધેરી ઈસ્ટથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં રમેશ લટકે બીજી વખત અપક્ષ ઉમેદવાર એમ પટેલને હરાવીને ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. રમેશ લટ્ટે ઘણી વખત BMCમાં કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.

તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ શિવસેનામાં શોકની લહેર છે. તમને જણાવી દઈએ કે, ધારાસભ્ય રમેશ લટકે થોડા દિવસોથી પોતાની ફેમિલી સાથે દુબઈમાં હતા. રમેશ લટકેના આકસ્મિક નિધનથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.તેવું જી.એસ.દ્વારા જાણવા મળે છે.

(11:51 am IST)