Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ટેરા (લુના)એ ઇન્‍વેસ્‍ટરોના ગાભા કાઢયાઃ ૧ લાખ રૂપિયાના થઇ ગયા રૂા.૩૦૦૦

ક્રિપ્‍ટો બજારમાં તબાહીઃ આજે બિટકોઇન ૩૦ ટકા ડાઉનઃ બજારમાં ભયંકર વેચવાલી

નવી દિલ્‍હી તા.૧૨: ક્રિપ્‍ટો માર્કેટના હાલ ઘણા સમયથી બેહાલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ગ્‍લોબલ ક્રિપ્‍ટો માર્કેટકેપમાં ૬.૩૨ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છે. ગઇકાલે ટોપ ૨૦ કોઇનમાં સૌથી મોટો ઘટાડો ટેરા (લુના)માં જોવા મળ્‍યો હતો. આજે આ કોઇનનો ઘટાડો ૧૦૦ ટકા જેટલો થઇ ગયો છે. ટેરાએ ગઇકાલે ૪૩.૦૫ ટકાનો ઘટાડો નોંધાવ્‍યો હતો, જે પછી તેની કિંમત ૨૬૩૮.૬૬ રૂપિયા થઇ ગઇ હતી. આ કોઇનની કિંમત લગભગ ૮૨ રૂપિયા થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૯૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલ, ટેરાકોઇન ૭૫ રૂપિયા પર મોજુદ છે. એક સપ્‍તાહમાં તેમાં ૯૯.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. મતલબ કે, જો કોઇએ આ કરન્‍સીમાં ૧ લાખ રૂપિયા લગાવ્‍યા હોય તો તેના હવે રૂા.૩૦૦૦ થઇ ગયા છે. ક્રિપ્‍ટો કરન્‍સીની બજારમાં તબાહી મચી જવા પામી છે. આજે બિટકોઇન ૩૦ ટકા ડાઉન છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્‍ટો કરન્‍સી બજારમાં ભારે વેચવાલી છે.

(11:42 am IST)