Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસમાં IAS પૂજા સિંઘલના પાંચ દિવસના રિમાન્ડ મંજુર : ગઈકાલ બુધવારે રાત્રે જેલમાં પહોંચતા જ તબિયત બગડી : ઝારખંડની ખાણકામ સચિવ પૂજા સિંઘલને જેલમાં ચક્કર આવતા તબીબોને બોલાવાયા : હાલમાં તબિયત સ્થિર : આજથી રિમાન્ડ શરૂ

રાંચી : મનરેગા કૌભાંડના આરોપમાં પકડાયેલી ઝારખંડની ખાણકામ સચિવ પૂજા સિંઘલને જેલમાં લાવવામાં આવતાં ચક્કર આવવાની ફરિયાદ થઈ હતી. જેના પર જેલના તબીબોને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.

જેલ પ્રશાસને કહ્યું કે હાલ IAS પૂજા સિંઘલની તબિયત સામાન્ય છે. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મનરેગાના ભંડોળની ઉચાપત બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને 5 દિવસના ED રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી તેના રિમાન્ડ શરૂ થઈ રહ્યા છે. ED સતત 5 દિવસ સુધી તેની પૂછપરછ કરશે. કોર્ટને 12 દિવસના રિમાન્ડ મંજુર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે માત્ર 5 દિવસની જ છૂટ આપી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:34 am IST)