Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ચીન : ટેકઓફ દરમિયાન રનવે પર ભીષણ અકસ્‍માત : ક્ષણભરમાં વિમાન આગની લપેટમાં આવી ગયું

૧૧૩ મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

બીજીંગ તા. ૧૨ : ચીનના ચોંગકિંગમાં આજે એક મોટો અકસ્‍માત થયો. અહીંના એરપોર્ટ પર તિબેટ એરલાઇનનું વિમાન ટેકઓફ દરમિયાન રનવે પર લપસી ગયું હતું. જેના કારણે પ્‍લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે પ્‍લેનમાં ૧૧૩ મુસાફરો અને ૯ ક્રૂ મેમ્‍બર હાજર હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આગ ટેકઓફ સમયે લાગી હતી. વિમાનમાં સવાર તમામ ૧૧૩ મુસાફરો અને ચાલક દળના સભ્‍યોને બહાર કાઢવામાં આવ્‍યા છે. સ્‍થાનિક મીડિયા અનુસાર, ૨૫ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ તમામને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.
પ્‍લેન ચોંગકિંગથી નિંગચી જઈ રહ્યું હતું. ત્‍યારબાદ ટેકઓફ દરમિયાન આ અકસ્‍માત થયો હતો. આ પછી પ્‍લેનમાં આગ લાગી હતી. જો કે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્‍યા હતા.
તિબેટ એરલાઇન્‍સ એ લ્‍હાસા સ્‍થિત પ્રાદેશિક એરલાઇન છે. Airfleets.net અનુસાર, તેની પાસે 28A319 સહિત કુલ ૩૯ એરક્રાફટ છે.
આ પહેલા ૨ મહિના પહેલા જ ચીનમાં એક ભયાનક અકસ્‍માત થયો હતો. અહીં ચીનની ઈસ્‍ટર્ન એરલાઈન્‍સનું પ્‍લેન ક્રેશ થયું હતું. આ અકસ્‍માત ગુઆંગસી ઝુઆંગમાં થયો હતો. આ અકસ્‍માતમાં ૧૩૨ લોકોના મોત થયા હતા. વિમાનમાં ૧૨૩ મુસાફરો અને નવ ક્રૂ મેમ્‍બર સવાર હતા.

 

(10:54 am IST)