Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સર્વિસ ટેક્‍સની નોટિસની પૂર્તતા નહીં કરનારાઓ સામે કાર્યવાહીનું જોખમ

વારંવાર વેપારીઓને તાકીદ કરવા છતાં જવાબ રજૂ કરવામાં અખાડા : સર્વિસ ટેક્‍સના તમામ કેસનો નિકાલ કરવા હવે વિભાગ ઉતાવળિયું બન્‍યું

મુંબઇ, તા.૧૨: જીએસટી લાગુ થયા પહેલા સર્વિસ ટેક્‍સના કેસનો નિકાલ કરવા માટ વખતોવખતનું અલ્‍ટિમેટમ આપવામાં આવ્‍યા બાદ પણ જવાબ નહીં આપ્‍યો હોય તો એકતરફી કાર્યવાહીમાં વસૂલાત કરવા સુધીનાં પગલાં ભરાય તેવી શક્‍યતા ઊભી થઈ છે.

વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષર૦૧૭-૧૮ જુલાઇ મહિના સુધી સર્વિસ ટેક્‍સના જૂના કેસનો નિકાલ કરવા માટે સર્વિસ ટેક્‍સ વિભાગે છ મહિના પહેલા વેપારીઓને નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આપવા માટે વખતોવખત તાકીદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી અનેક વેપારાઓએ તનો જવાબ રજૂ કર્યા નથી. જેથી આવા વેપારીઓના કેસમાં સર્વિસ ટેક્‍સના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જુલાઇ ર૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્‍યો છે. તેને પાંચ વર્ષ પૂરા થવાને આડે બે મહિનાનો સમય બાકી હોવા છતા હજુ સર્વિસ ટેક્‍સના કેસનો નિકાલ કરવામાં આવ્‍યો નથી.

જેથી આગામી એકાદ બે મહિનામાં જૂના તમામ કેસનો નિકાલ કરી દેવા માટે અલ્‍ટિમેટમ આપવામાં આવતા વિભાગ ઉતાવળિયું બન્‍યું છે.(૨૩.૪)

વેપરીઓએ નોટિસનો જવાબ ઝડપથી આપી દેવો જોઇએ

સર્વિસ ટેક્‍સ વિભાગે ફટકારેલી નોટિસમાં વેપારીઓને જવાબ રજૂ કરવાની સાથે ત્રણેક વખત તેઓને પુરાવા રજુ કરવા માટેની તક પણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. જયારે અનેક વેપારીઓએ હજુ પણ નોટિસનો જવાબ આપ્‍યો નહીં હોવાથી વિભાગ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ત્‍યારે વેપારીઓને જો નોટિસ મળી હોય તો કાર્યવાહીથી બચવા માટે તાકીદે જવાબ રજુ કરે તે જ તેઓના હિતમાં છે....               સીએ

(10:09 am IST)