Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધંધાનુ સ્‍થળ બદલતા GSTએ માલ ખરીદનારને વસૂલીની નોટિસ મોકલી

ખરીદનારે હાઇકોર્ટમાં દાદ માગતા નોટિસ રદ કરવા આદેશ

મુંબઇ, તા.૧૨: જીએસટીમાં માલ ખરીદનારને નોટિસ મોકલતા હાઇકોર્ટે તપાસ કર્યા વગર જારી કરેલી શો-કોઝ નોટિસને રદ કરી વ્‍યવસ્‍થિત તપાસ કરવાનો આદેશ કર્યો છે.

જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાપડના એક વેપારીએ તેના ધંધા માટે અન્‍ય વેપારી પાસે માલની ખરીદી કરી હતી અને તેની સામે ક્રેડિટ મેળવી હતી. જોકે તપાસ દરમિયાન જીએસટી વિભાગને માલ વેચનાર ડીલર બતાવેલા સરનામા પર મળ્‍યો નહતો, જેથી જીએસટી વિભાગે તેને બોગસ ગણાવી માલ ખરીદનારા વેપારી પાસે ટેકસ રિકવરી કાઢી અને ૧૩ લાખ રૂપિયા માટે શો-કોઝ નોટિસ મોકલી હતી. જોકે માલ ખરીદનારા વેપારીએ ડિપાર્ટમેન્‍ટને જણાવ્‍યું હતું કે માલ વેચનાર વેપારી હવે બીજી માર્કેટમાંથી વેપાર કરે છે અને તે અંગેની એફિડેવિટ પણ રજૂ કરી હતી. પરંતુ ડિપાર્ટમેન્‍ટે નોટિસ મોકલી ડિમાન્‍ડ ઊભી કરી હતી. જેની સામે વેપારીએ હાઇકોર્ટમાં પિટિશન મૂકી હતી.

સીએ મુકુંદ ચૌહાણે જણાવ્‍યું હતું કે હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ડિપાર્ટમેન્‍ટે નોટિસ રદ કરવા અને ફરીથી વ્‍યવસ્‍થિત તપાસ કરી જવાબ આપવાની સૂચના આપી હતી.

(10:06 am IST)