Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અસાની વાવાઝોડાની અસર રૂપે રહસ્યમયી સોનાનો રથ જોવાયો : લોકોમાં ભારે કુતુહલ

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના સુન્નાપલ્લાનીના તટ પર એક રહસ્યમયી સોનાનો રથ મળ્યો : આ રથ પાણીમાં વહીને કોઇ બીજા દેશમાંથી આવ્યો : રથનો આકાર દક્ષિણ પૂર્વ એશિાઇ દેશોના કોઈ મઠ જેવો: ગ્રામિણોએ દોરડાં વડે બાંધીને સમુદ્ર કિનારે લાવવાની જહેમત ઉઠાવી

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના સુન્નાપલ્લીના કાંઠા પર એક રહસ્યમયી સોનાનો રથ જોવા મળ્યો હતો. આ રથ કોઈ બીજા દેશમાંથી પાણીમાં વહીને અહીં સુધી આવી ગયો છે. ભારતમાં અસાની  વાવાઝોડાની અસર તીવ્ર માત્રામાં જોવા મળી રહી છે ત્યારે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના સુન્નાપલ્લાનીના તટ પર એક રહસ્યમયી સોનાનો રથ મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રથ પાણીમાં વહીને કોઇ બીજા દેશમાંથી આવ્યો છે.

સમુદ્રમાં વહી રહેલો સોનાનો રથ હાલમાં તો સ્થાનિકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. આ રથને સ્થાનિ ગ્રામિણોએ દોરડાં વડે બાંધીને સમુદ્ર કિનારે લાવવાની જહેમત ઉઠાવી હતી. રથનો આકાર દક્ષિણ પૂર્વ એશિાઇ દેશોના કોઈ મઠ જેવો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અસાની વાવાઝોડાને કારણે આ રથ પાણીમાં વહી આવ્યો છે.

આ ગોલ્ડન રંગનો રથ જોવામાં સુંદર અને ભવ્ય લાગી રહ્યો છે. સમુદ્રમાં વહી રહેલો સોનાનો રથ હાલમાં તો સ્થાનિકો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. માનવામાં આવી રહ્યું છે કે રથ મ્યાંમાર, થાઇલેન્ડ, મલેશિયા કે ઇન્ડોનેશિયા જેવા આંદામાન સાગરની નજીકના દેશોમાંથી વહી આવ્યો હશે. એવું એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે વાવાઝોડાનું ઓછા દબાણનું ક્ષેત્ર સૌથી પહેલા દક્ષિણ આંદામાન સાગર ઉપર જ રચાયું હતું. આ અંગે નૌપાડાના એસઆઇએ જણાવ્યું હતું કે આ અંગે અમે ઇન્ટેલિજન્સ તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીધી છે. તો એવી પણ શક્યતા છે કે ભારતના સમુદ્ર કાંઠે કોઈ ફિલ્મના શૂટિંગ માટે આ રથ બનાવવામાં આવ્યો હોઈ શકે છે.

(12:51 am IST)