Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કાબુલના કલાકન જિલ્લામાંથી બે મોટા ધડાકા: 30 મિનિટથી ફાયરિંગ ચાલુ

વિસ્ફોટથી એક ઇલેક્ટ્રિક પોલને નુકસાન: ઉઝબેકિસ્તાનથી આવતો વીજ પુરવઠો ખોરવાયો

કાબુલના કલાકન જિલ્લામાંથી બે મોટા ધડાકા થયાના સમાચાર છે. તેમજ છેલ્લા 30 મિનિટથી ફાયરિંગ ચાલુ છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે આ અંગે માહિતી આપી છે.

એક સુરક્ષા સ્રોતએ ટોલો ન્યૂઝને ટાંકીને જણાવ્યું છે કે વિસ્ફોટથી એક ઇલેક્ટ્રિક પોલને નુકસાન પહોંચ્યું હતું અને ઉઝબેકિસ્તાનથી આવતો વીજ પુરવઠો ખોરવાયો છે

(11:49 pm IST)
  • રાજકોટમાં ૪૦ ડીગ્રી : રાજકોટ શહેરમાં ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૪૧ ડીગ્રી ગણાયઃ આગામી બે-ત્રણ દિવસ ગરમીનો પારો ૪૧ ડીગ્રી આસપાસ રહેશે તેમ હવામાન શાસ્ત્રીઓ જણાવે છે access_time 3:44 pm IST

  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST