Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને અટકાવી મફત રસી આપો :સોનિયા ગાંધી અને પવાર સહિત 12 પક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

ઘરેલું રસી ઉત્પાદનને વેગ આપવા ફરજિયાત લાઇસન્સની પદ્ધતિને દૂર કરો: નવા કૃષિ કાયદાને રદ કરો. તમામ બેરોજગાર લોકોને મહિને છ હજાર રૂપિયા આપો, જરૂરિયાતમંદોને મફત અનાજ આપો.

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી સુપ્રિમો શરદ પવાર સહિત 12 પક્ષોના નેતાઓએ વડા પ્રધાન  મોદીને સંયુક્ત પત્ર લખીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને અટકાવી મફત વ્યાપક કોવિડ રસીકરણની માંગ કરી છે. તેમણે રસી સંકટને સમાપ્ત કરવા તરફનાં પગલાં ભરવા જણાવ્યું હતું. બુધવારે, વિરોધી પક્ષો દ્વારા લખાયેલા એક પત્રમાં, એમ કહેવામાં આવ્યું હતું કે, વૈશ્વિક અને સ્થાનિક તમામ ઉપલબ્ધ સ્રોતોથી રસી ખરીદો. સાથોસાથ ઘરેલું રસી ઉત્પાદનના ઉત્પાદનને વેગ આપવા ફરજિયાત લાઇસન્સની પદ્ધતિને દૂર કરો.

વિરોધી પક્ષોના આ પત્રમાં પીએમ મોદીને કહેવામાં આવ્યું છેકે, “બજેટમાં 35,000 કરોડની બજેટ ફાળવણીનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા રસીઓ માટે થવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા મફત, સાર્વત્રિક સમૂહ રસીકરણ અભિયાન પણ તરત જ શરૂ થવું જોઈએ. “

વિપક્ષી પાર્ટીઓએ પત્રમાં કહ્યું છે કે સેન્ટ્રલ વિસ્તાનું બાંધકામ બંધ થવું જોઈએ. તેના બદલે, ઓક્સિજન અને રસીની ખરીદી માટે નાણાં ફાળવવા જોઈએ. પત્રમાં, વિરોધી પક્ષોએ વધુમાં જણાવ્યું છે કે રોગચાળાથી લાખો ‘અન્નદાતાને ‘ બચાવવા, નવા કૃષિ કાયદાને રદ કરો. તમામ બેરોજગાર લોકોને મહિને છ હજાર રૂપિયા આપો, જરૂરિયાતમંદોને મફત અનાજ આપો.

પીએમ મોદીને પત્ર લખનારા વિપક્ષી પક્ષોના નેતાઓમાં સોનિયા ગાંધી, એચડી દેવે ગૌડા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન, હેમંત સોરેન, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડી.રાજા અને સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે.

(11:38 pm IST)
  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત અને ગ્રામ્ય વિસ્તારમાં આતંક આજે પણ યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 286 અને ગ્રામ્યના 335 કેસ સાથે કુલ 621 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:38 pm IST

  • પોરબંદરમાં આજે 21 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 9:43 pm IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST