Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઓક્સિજનના કાળાબજાર કરવાના આરોપસર પકડાયેલા ગૌરવ ખન્ના ,તથા ગૌરવ સુરીના જામીન મંજુર : વધુ કિંમતે ઓક્સિજન વેચવા બદલ મેટ્રિક્સ સેલ્યુલરના પાંચે આરોપીઓ વિરુદ્ધ ગયા સપ્તાહમાં ફરિયાદ નોંધાઈ હતી

ન્યુદિલ્હી : ઓક્સિજનના કાળાબજાર કરવાના આરોપસર પકડાયેલા મેટ્રિક્સ સેલ્યુલરના સીઈઓ ગૌરવ ખન્ના તથા વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ સુરી સહીત પાંચે આરોપીઓના જામીન દિલ્હી સાકેત કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અરૂણકુમાર ગર્ગે મંજુર કર્યા છે.

ગત સપ્તાહે લોધી કોલોની અને મેહરૌલી સ્થિત સ્થળોએ દિલ્હી પોલીસે ઓક્સિજન કોન્સેન્ટરેટરનો આખો સ્ટોક કબજે કર્યા બાદ દિલ્હીની એક કોર્ટે મેટ્રિક્સ સેલ્યુલર સીઇઓ ગૌરવ ખન્ના, વાઇસ પ્રેસિડન્ટ  ગૌરવ સુરી અને અન્ય બે લોકોને તેમની સામે નોંધાયેલા કેસમાં જામીન આપી દીધા છે.

જામીન રૂ. 50,000 અને સમાન રકમની બાંહેધરી સાથે મંજુર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે દરોડા બાદ તરત જ દિલ્હી પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદી કેસ મુજબ આરોપીઓએ રોગચાળા વચ્ચે  આયાત કરેલા ઓક્સિજન કોન્ટ્રેસેન્ટર્સને "અતિશય દરે" વેચીને પૈસા કમાવવા માટે કાવતરું ઘડ્યું હતું.

આરોપીઓએ કરેલા બચાવ મુજબ કેન્દ્ર સરકારે કોઈ એમઆરપી નક્કી કરી નહોતી.તેથી આયાત ખર્ચ સહીત કંપનીના ખર્ચને ઉમેરી  કિંમત નક્કી કરાઈ હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)