Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

શોપીંગ કરવા માંગો છો પરંતુ બેલેન્સ ન હોવાથી ખરીદી કરી ન શકતા હો તો એસબીઆઇનું ડેબિટ કાર્ડ ઉપયોગી થશેઃ ઇએમઆઇની સુવિધા

નવી દિલ્હી: જો તમે શોપિંગ કરવા માંગો છો પરંતુ બેલેન્સ ન હોવાથી તમે ખરીદી કરી રહ્યા નથી તો SBI નું ડેબિટ કાર્ડ તમને મદદગાર સાબિત થઇ શકે છે. તમે તમારા ડેબિટ કાર્ડ પર EMI ની સુવિધા પ્રાપ્ત કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર EMI ની સુવિધા આપી રહ્યું છે.

બેંકની આ સુવિધા હેઠળ ગ્રાહકોને ઘણીવાર મોંઘા સામાનની ખરીદી માટે એકસાથે પુરા પૈસા હોતા અંથી. ગ્રાહકો દર મહિને હપ્તે ચૂકવીને પ્રોડક્ટ ખરીદી શકે છે. જાણકારી અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ખાતાધારકોને આપવામાં આવનાર ડેબિટ કાર્ડમાં પ્રી એપ્રૂવ્ડની સુવિધા આપી રહ્યું છે. તમને આ સુવિધા મળી રહી છે કે નહી, તેની જાણકારી બેંક પાસેથી લઇ શકાય છે.

આ રીતે તપાસ કરો

તમે આ સુવિધ માટે યોગ્ય છો કે નહી, તેની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ મંબર પરથી 567676 પર SMS કરવો પડશે જેમાં તમારે DCEMI લખીને મોકલવાનું રહેશે. 

તાત્કાલિક મળી જશે આટલી લોન

SBI ડેબિટ કાર્ડ પર EMI દ્વારા તમે 1 લાખ રૂપિયા સુધી ખરીદી કરી શકો છો. તેમાં તમને 6 મહિના, 9, 12 અને 18 મહિનામાં હપ્તા ચૂકવવાની સુવિધા મળે છે. તેની એક મોટી ખાસિયત એ પણ છે કે તમારે તેના પર કોઇ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે નહી. સાથે જ તમારું સેવિંગ એકાઉન્ટ બેલેન્સ પણ બ્લોક નહી થાય એટલે કે તમારે તમારા ખાતાની રકમનો આરામથી ઉપયોગ કરી શકો છો.

(4:39 pm IST)