Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

રોબર્ટ વાડ્રાએ મતદાન કર્યા બાદ સેલ્ફી કરી પોસ્ટ :ભારતને બદલે પેરૂગ્વેનો ઝંડો મૂકી દેતા સોશ્યલ મીડિયામાં થયા ટ્રોલ

ટ્વીટ કરેલ ઝંડામાં કેસરી, સફેદ લીલાના સ્થાને લાલ, સફેદ અને બ્લૂ કલર જોવા મળતા ફજેતી

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા શોશ્યલ મીડિયામાં ટ્રોલ થયા છે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીના મતદાન બાદ એક સેલ્ફી ટ્વીટર પર પોસ્ટ કરી હતી.જેમાં તેમણે જે કેપ્શન લખી હતી તેમાં ભારતના બદલે પેરૂગ્વેનો રાષ્ટ્રધ્વજ મૂકી દીધો હતો જેના કારણે સોશિયલ મીડિયા પર વાડ્રાને ટ્રોલ કરાયા હતા

 વાડ્રાએ જે ઝંડો ટ્વીટમાં મૂક્યો હતો તેમાં પણ ત્રણ કલર છે પરંતુ તેમાં કેસરી, સફેદ લીલાના સ્થાને લાલ, સફેદ અને બ્લૂ કલર જોવા મળે છે. આ ઝંડો ભારતનો નહીં પરંતુ પેરૂગ્વેનો છે. પેરૂગ્વે દક્ષિણ અમેરિકાનો એક દેશ છે.
    રોબર્ટ વાડ્રાએ વોટ કરીને સેલ્ફી ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે 'આપણો અધિકાર આપણી તાકા સૌએ બહાર આવવું જોઈએ અને વોટ કરવો જોઈએ.' વાડ્રાએ સેલ્ફી સાથે આ કેપ્શન લખી હતી જેમાં તેમણે ભારતના બદલે પેરૂગ્વેનો રાષ્ટ્રધ્વજ ભુલથી પોસ્ટ કરી દીધો હતો

(9:44 pm IST)