Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

કોના-કોના ભાવિ સીલ

અખિલેશ યાદવનું ભાવિ પણ સીલ

નવીદિલ્હી, તા. ૧૨ : હાઈપ્રોફાઇલ ગણાતી છઠ્ઠા તબક્કાની  ચૂંટણીમાં આજે મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ અનેક મહારથીના ભાવિ પણ સીલ થઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આજે સઘન સુરક્ષા વચ્ચે ૬૧ ટકાથી વધુ મતદાન થયું હતું. આની સાથે જ છ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. હવે માત્ર એક તબક્કામાં મતદાન બાકી છે. ત્યારબાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. અખિલેશ અને દિનેશ લાલ વચ્ચે આજમગઢમાં સીધી સ્પર્ધા છે. આ સીટ ઉપર તમામની નજર કેન્દ્રીય થઈ ગઈ છે. કોના કોના ભાવિ સીલ થયા તે નીચે મુજબ છે.

*    અખિલેશ યાદવ  ( સમાજવાદી પાર્ટી પ્રમુખ, આજમગઢ)

*    દિનેશ લાલ નિરહુઆ (ભાજપ નેતા, આજમગઢ)

*    મેનકા ગાંધી (કેન્દ્રીયમંત્રી, ભાજપ લીડર, સુલ્તાનપુર)

*    ચન્દ્રભાન સિંહ (ગઠબંધન ઉમેદવાર, સુલ્તાનપુર)

*    સંજયસિંહ  (કોંગ્રેસ ઉમેદવાર, સુલ્તાનપુર)

*    કેશરી દેવી પટેલ (ભાજપ, ફુલપુર)

*    પંકજ નિરંજન(કોંગ્રેસ , ફુલપુર)

(9:19 pm IST)