Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ભારતીય યુવાનોને જીવનસાથીને બદલે ડેટિંગ સાઈટસ પર લવ પાર્ટનર શોધવાનું વધુ પસંદ : સર્વેમાં દાવો

ડેટિંગ પાર્ટનર શોધવાનો દર ઇન્ટરનેટ દ્વારા 40 ટકા વધી ગયો: પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ સાથે ગિફ્ટ આપવાનું પણ ચલણ

નવી દિલ્હી :ગૂગલે તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરી છે, જેના આધારે ભારતમાં મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા જીવનસાથી શોધવાનો ઉત્સાહ ઘટ્યો છે અને ડેટિંગ સાઇટ્સ પર લવ પાર્ટનરને શોધવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જી હા, ગૂગલની 'ઈયર ઇન સર્ચ ઇન્ડિયા: ઇનસાઇટ્સ ફોર બ્રેન્ડ્સ' રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડેટિંગ પાર્ટનર શોધવાનો દર ઇન્ટરનેટ દ્વારા 40 ટકા વધી ગયો છે, જ્યારે મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા ઈન્ટરનેટ પર જીવનસાથી શોધવાના દરમાં માત્ર 13 ટકા વધારો થયો છે.

  જો કે, હમણાં પણ ડિજિટલ દુનિયામાં ડેટિંગ પાર્ટનર શોધવાના બદલે, લગ્નના સંબંધો ત્રણ ગણા કરતાં વધુ શોધવામાં આવે છે. પરંતુ ભારતીય યુઝર્સમાં ડેટિંગનો ક્રેઝ વધી રહ્યો છે, તેને જોઈને એવું લાગે છે, આવનારા સમયમાં ડેટિંગ ટ્રેંડ 'લાઈફ પાર્ટનર' શોધવાના ટ્રેંડને પાછળ છોડી દેશે. ફેબ્રુઆરીમાં થયેલા એક સર્વેમાં, તે એ વાત પણ સામે આવી હતી કે 6,000 ભારતીયોમાંથી 92 ટકાનું કહેવું છે કે તેઓ પ્રેમની શોધમાં છે.

આ સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે લોકો ડિનર અને ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરવાનું પસંદ કરે છે. સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે 24 ટકા ભારતીયો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરે છે, 21 ટકા રોમેન્ટિક ડિનર દ્વારા પ્રેમ વ્યક્ત કરે છે, 34 ટકા ગિફ્ટ આપીને જયારે 15 ટકા ભારતીય રોમેન્ટિક હૉલિડેની પ્લાનિંગ કરીને તેમના પાર્ટનર પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

એક સર્વેમાં એક બીજી વાત સામે આવી છે કે ડેટિંગ યુગલો કરતાં વધુ મેરિડ લોકો વેલેન્ટાઇન ડે ઉજવવાનું પસંદ કરે છે. આશરે 86 ટકા મેરિડ કપલે આ વાત માની.

(5:32 pm IST)