Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

એવેન્જર્સઃ એન્ડ ગેમના શો પહેલા રાષ્ટ્રગીત દરમ્યાન ઉભા ન થવા બદલ બેંગ્લુરૂમાં એક યુવકની ધરપકડ

એજન્સી, તા., ૧રઃ ગયા બુધવારે બેંગલુરૂના સિનેમા હોલમાં વાગી રહેલા રાષ્ટ્રગીત દરમિયાન ઉભા ન થવા બદલ પોલીસે એક ર૯ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના માગરથ રોડ પર આવેલા ગરૂડા મોલમાં બની હતી.

પોલીસ અધિકારી મુજબ સુમનકુમાર તેના મિત્રો સાથે એવેન્જર્સ ફિલ્મ જોવા ગયો હતો. જયારે રાષ્ટ્રગીત વાગતું હતું. ત્યારે તેમની બાજુમાં બેઠેલો જિથીન બેસી રહયો હતો. સુમનકુમારની ફરીયાદ મુજબ જીથીને રાષ્ટ્રગીત વિરૂધ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જીથીને એક સમાચાર પત્રને જણાવ્યૂું હતું કે હું રાષ્ટ્રગીત માટે ઉભો થયો ન હતો. હું અત્યારે જામીન પર બહાર નથી. મારા વિરૂધ્ધ બધા આરોપોને પડતા મુકવામાં આવ્યા છે. જીથીને કહયું હતું કે મને આ વાતનું દુઃખ છે કે મને રાષ્ટ્રવિરોધી ગણાવતા પહેલા કોઇ પણ મીડીયા ગૃહે તેનો સંપર્ક કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ર૦૧૬ના સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફિલ્મના દરેક શો પહેલા થીયેટર કે મલ્ટીપ્લેક્ષમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત છે. પરંતુ જાન્યુઆરી ર૦૧૮માં સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં ફરફાર કરી કેન્દ્ર સરકારના સુચનનો સ્વીકાર કર્યો હતો. પરંતુ દેશભરના સિનેમા ગૃહોએ શો પેહલા રાષ્ટ્રગીત વગાડવાનું ચાલુ રાખ્યું હતું.

(2:36 pm IST)