Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ગૌતમ ગંભીર કારમાં બેસી રહયા, હમશકલને લોકો ફુલોની માળા પહેરાવી રહયા હતા, ભાજપે ડુપ્લીકેટનું કારણ જણાવ્યું

નવી દિલ્હી, તા., ૧ર : ચુંટણીના અંતિમ  દિવસે રોડ શો દરમ્યાન દિલ્હીમાં ગૌતમ ગંભીર વિપક્ષોના નિશાન પર રહયા. વિપક્ષી નેતા મનીષ સિસોદીયાએ આરોપ મુકયો કે ગૌતમ ગંભીર કારમાં સવાર હતા. જયારે તેમના ડુપ્લીકેટ ગાડી પર બેસી લોકોનું અભિવાદન અને ફુલોની માળાઓ સ્વીકારતા હતા. ગૌતમ ગંભીર ભાજપના ઉમેદવાર છે. પ્રચારના અંતિમ દિવસે રોડ શો મયુર વિઝાર ફૈઝ-૩ થી શરૂ થયો. પછી ત્રિલોકપુરી પહોંચ્યો. ગંભીર સફેદ કુર્તા અને કેપ પહેરેલી હતી. ત્રિલોકપુરી બાદ ગંભીર કારમાં બેસી ગયા. તેમનો હમશકલ ગાડી ઉપર ઉભો થઇ લોકોનું અભિવાદન અને ફુલોની માળાઓ સ્વીકારતો હતો. મનીષ સિસોદીયાએ તેની ટીકા કરી રહયું કે આ ભાજપ-કોંગ્રેસની મહામિલાવટ છે. ંગંભીર એસી કારમાં છે જયારે હમશકલ ગાડી ઉપર ઉભો છે લોકો તેને ગૌતમ ગંભીર સમજી માળા પહેરાવી રહયા હતા. દરમ્યાન ભાજપે ખુલાસો કર્યો કે ગંભીર એકાએક અસ્વસ્થ બની જતા તેમના મિત્ર ગૌરવ અરોરા અભિવાદન ઝીલતા હતા. ૧૦-૧પ મિનીટ ગંભીર કારમાં બેસી ગયા આ કારણે તેનો અસ્વસ્થ મહેસુસ કરતા હતા. ગંભીર ટવીટ કરી કહયું કે આમ આદમી પાર્ટી હારનો સામનો કરી રહયો છે એટલે બ્હાના શોધી આવા આરોપો લગાવી મતદારોમાં ભ્રમ ફેલાવે છે.

(2:35 pm IST)