Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

છઠ્ઠા ચરણમાં પણ ભાજપની પીછેહઠ થઇ રહી છે, મતદાન પહેલા સાથી પક્ષે છેડો ફાડયો

એજન્સી, તા., ૧રઃ ભાજપ ભલે વિવિધ પ્રકારના દાવા કરી રહી હોય પરંતુ પાર્ટી માટે આ ચુંટણી પડકારરૂપ છે બીજી તરફ પરીણામ જાહેર થાય તે પહેલાતેના કેટલાક સહયોગીઓ તેનો સાથ છોડી રહયા છે. પાંચમાં ચરણના મતદાન પહેલા જ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે ભાજપસાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી છે.

આ પુર્વ યુપીમાં ભાજપ માટે મોટી મુસીબત છે એક અંદાજ પ્રમાણે પુર્વ યુપીમાં રાજભર સમાજના લોકોની સંખ્યા કુલ વસ્તીના ર૦ ટકા જેટલી છે અને તે યાદવ સમુદાય પછી સૌથી મોટી રાજકીય ભુમીકા ભજવે છે.

હવે પુર્વ યુપીની બેઠકો પર ચુંટણી થવાની છે એવા સંજોગોમાં રાજભર પાર્ટીનું અલગ થવું ભાજપ માટે એક મોટો આંચકા સમાન છે એની અસર વારાણસી લોકસભા બેઠક પર પણ પડી શકે છે. જયાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી લડી રહયા છે.

ઓમપ્રકાશ રાજભરે સાથ છોડી દેતા ઁભાજપની હાલત કફોડી થઇ ગઇ છે. એવા સંજોગોમાં ર૦૧૪ ના વિજયનું પુનરાવર્તન ભાજપ માટે અશકય લાગે છે.

(2:34 pm IST)