Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ટાઇમ મેગેઝીનના કવર પર વડાપ્રધાન અંગે અહેવાલ પર અભિનેત્રીએ કહયું 'વિદેશી મીડીયા ખરીદવાની તાકાત નથી'

નવી દિલ્હી, તા., ૧રઃ લોકસભા ચુંટણીઓ વચ્ચે ટાઇમ મેગેઝીનના કવર પેજ પર વડાપ્રધાન મોદીની છબી 'ડીવાઇડર ઇન ચીફ' મથાળા સાથે પ્રકાશીત થઇ છે. મેગેઝીનના પ્રકાશન બાદથી વિપક્ષી દળોએ મોદી પર નિશાન સાધવાનું શરૂ કર્યુ છે. આ સાથે બોલીવુડ અભિનેત્રી રીચા ચઢ્ઢાએ પણ કટાક્ષ કરતા લખ્યું કે જયારે તમે વિદેશી મીડીયાને ન ખરીદી શકો. ઉલ્લેખનીય છે કે આ અહેવાલમાં વડાપ્રધાનને ભાગલાવાદી ગણાવતા પ્રશ્ન કરાયો છે કે શું વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત મોદી સરકારના વધુ પાંચ વર્ષ સહન કરી શકશે? અભિનેત્રીએ કહયું છે જયારે તમે દેશની બહારની પ્રેસ અને મીડીયાને ખરીદવાની તાકાત નથી રાખતા તો આવુ જ થાય છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા વારંવાર દેશના મીડીયા ચેનલો ભાજપ માટે કામ કરતા હોવાના આરોપ મુકાયા છે.

(2:34 pm IST)