Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

દેશમાં ભયનો માહોલ, કોઇ મીડીયા મોદી વિરૂધ્‍ધ નથી બોલી શકતું: મમતા બેનર્જી

કોલકતા, તા., ૧રઃ પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ કહયું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સામે લડવાની ક્ષમતા માત્ર તુણમુલ કોંગ્રેસ પાસે છે. વડાપ્રધાને આખા દેશને ડરાવીને રાખ્‍યો છે. ડરથી કોઇ વ્‍યકિત બોલી નથી શકતું આજે તમે કોઇ પણ નેશનલ ટીવી ચેનલ ખોલશો તો મોદી મોદી જ દેખાશે. કોઇ મીડીયા હાઉસ તેમના વિરૂધ્‍ધ નથી બોલી શકતું. દરેક ઇન્‍સ્‍ટીટયુટ પર દરેક સંસ્‍થાઓ પર સંઘ , ભાજપે કબજો જમાવી લીધો છે. પાંચ વર્ષમાં મોદી સરકારે આ બધુ કામ કર્યુ છે.

મમતા બેનરજીએ જણાવ્‍યું કે ભાજપ સૌથી વધુ ઝડપી અને ખતરનાક રાજનૈતિક દળ છે. ભયંકર અત્‍યાચારી દળ છે. તમે એવું પુછશો કે તમે પાંચ વર્ષમાં શું કર્યુ તો તેઓ એક પણ જવાબ નહી આપે.

મમતા બેનરજીએ આરોપ લગાવ્‍યો છે કે જનધનના નામ પર આટલા મોટા ગોટાળો કેમ કર્યો કોઇ નથી જાણતું. રૂપીયા કયાં અને કોને મળશે તે કોઇ નથી જાણતુ. દરેક રૂપીયા ભાજપના ખિસ્‍સામાં ગયા છે. રાફેલ ચોરીમાં કોને કેટલા રૂપીયા મળ્‍યા? પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ કેટલી વાર વધાર્યા? ચુંટણી પછી ફરીથી વધારી દેશે.

મમતા બેનરજીએ કહયું કે દેશ માટે તેમણે શું કર્યુ ? ગૌરક્ષક વાહીની બનાવી અને લોકોની હત્‍યા કરવામાં આવી. ઉતર પ્રદેશમાં કેટલી હત્‍યા થઇ? રાજસ્‍થાન, ગુજરાતમાં કેટલી હત્‍યાઓ થઇ? જવાબ આપો.

બંગાળમાં આ બધુ અમે નથી થવા દીધું. યુપીમાં લીચીંગ સીન્‍ડીકેટના નામ પર કેટલા લોકોની હત્‍યા કરવામાં આવી?

મમતા બેનરજીએ કહયું કે તમે બંગાળ પાસેથી કેટલો ટેકસ લો છો? પ૦ હજારથી વધારે કરોડ રૂપીયા તમે લો છો, બંગાળથી તમે રોજ કેટલું સેઝ, કેટલુ કસ્‍ટમ વસુલો છો અને બંગાળને માત્ર ૭ ટકા આપો છો. તમે બંગાળથી એક પણ રૂપીયો ના લેશો અને અમારે તમારા રૂપીયાની જરૂર નથી. તમે બંગાળથી જે ૭ ટકા લો છો અને કહો છો કે આ તમારા રૂપીયા છે. તમારી પાર્ટીના રૂપીયા છે? દેશની પ્રજાના રૂપીયાને તમારા રૂપીયા કહો છો?.

(1:12 pm IST)