Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ઇરાન સંકટ : વિમાનવાહક જહાજો અને બી-૫૨ બોમ્‍બર્સ પછી, અમેરિકાએ હવે નૌકા કાફલાને ઇરાનના અખાત તરફ મોકલ્‍યું

વોશિંગ્‍ટન : પરંપરાગત દુશ્‍મન ઇરાન સાથે વધી રહેલી તંગદિલીને ધ્‍યાનમાં રાખી અમેરિકા એક ઉભયચર યુદ્ધ જહાજ અને પેટ્રિએટ મિસાઇલોને અખાત મોકલી રહ્યું છે, જે પહેલા તૈનાત કરવામાં આવેલા વિમાનવાહક જહાજો અને બી-૫૨ બોમ્‍બર વિમાનોને મદદ કરશે. ઇરાન તરફથી કથિત ખતરા સામે પ્રતિક્રિયાના ભાગરૂપે ઉભયચર યુદ્ધ જહાજ યુએસએસ એરલિંગ્‍ટન અને પેટ્રિઅટ એર ડિફેન્‍સ સિસ્‍ટમને અબ્રાહમ લિંકન વિમાનવાહક જહાજના સમૂહમાં મોકલવામાં આવશે. ઇરાનના હૂમલાની શક્‍યતા વિશે ગુપ્‍તચર અહેવાલો મળ્‍યા પછી વિમાનવાહક જહાજ અને બી-૫૨ બોમ્‍બર વિમાનોના ટાસ્‍ક ફોર્સે અખાત તરફ જવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો.

(12:43 pm IST)