Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ઘાયલ હિન્‍દુને હોસ્‍પિટલે પહોંચાડવા માટે મુસ્‍લિમે તરાવીહ છોડી દીધી

ગોંડા : ઉ.પ્ર.ના ગોંડા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક મુસ્‍લિમ યુવકે સૌહાર્દનું ઉદાહરણ રજૂ કર્યુ છે. ઘવાયેલા એક હિન્‍દુને હોસ્‍પિટલ ુધી પહોંચાડીને તેમનો જીવ બચાવવા માટે એક મુસ્‍લિમ યુવકે પોતાની તરાવીહની નમાઝ છોડી દીધી હતી. શુક્રવારે મોડી સાંજે ગોંડાના ગ્રામીણ પોલીસ મથક હેઠળ આવેલા ભગહર બુલંદના નિવાસી શિવ સુંદર પાંડેય પોતાનું ખેતર જોવા માટે જઇ રહ્યો હતો ત્‍યારે ખેતરમાં આવી ગયેલા કોઇ જાનવર ઓચિંતા પાંડેય પર હૂમલો કરી દેતા પાંડેય ગંભીર રીતે ઘવાયો હતો. દરમિયાનમાં તરાવીહની નમાઝ પઢવા માટે જઇ રહેલા ગામના જ એડવોકેટ અબ્‍દુલ નદીમ અને ફરીદ અહમદની નજર ઘવાયેલા પાંડેય પર પડી હતી. બંને મુસ્‍લિમ યુવકોએ પોતાની નમાઝ છોડીને પહેલા પાંડેયને જિલ્લા હોસ્‍પિટલે પહોંચાડીને તેનો જીવ બચાવી લીધો અને સૌહાર્દ અને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

(12:42 pm IST)