Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

બિહારના શિવહરમાં એક બૂથમાં જવાન બંદૂક સંભાળવા જતા અકસ્‍માતે ગોળી ચાલી જતા પોલીંગ અધિકારી ઘાયલ થયા

શિવહરઃ બિહારના શિવહરમાં મતદાન પ્રક્રાયા શરૂ થવાની સાથે એક મોટી ઘટના જોવા મળી છે. અહીં, શિવહરમાં ડુમરી કટસરીના 275 નંબરના બૂથમાં એક જવાન પોતાની બંદૂક સંભાળવા ગયો એવામાં તેનાથી ગોળી ચાલી ગઈ હતી, જે એક પોલીંગ અધિકારીના પેટમાં વાગી હતી.

ગોળી ચાલતાં થોડા સમય માટે મતદાન મથકમાં પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ગોળી મતદાન અધિકારીના પેટમાં આર-પાર નિકળી ગઈ હતી, જેના કારણે મતદાન અધિકારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મતદાન અધિકારીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં તાત્કાલિક સારવાર આપ્યા બાદ અધિકારીને બીજા શહેરમાં મોટી હોસ્પિટલમાં રિફર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં 8 લોકસભા બેઠક - વાલ્કિમકી નગર, પશ્ચિમ પંચારણ, પૂર્વ પંચારણ, શિવહર, વૈશાલી, ગોપાલગંજ, સીવાન અને મહારાજગંજ પર છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલું છે. શિવહરમાં થયેલી ઘટનાથી હાજર ચૂંટણી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

(3:55 pm IST)