Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2024

બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન : કાયદામાં થશે મોટા ફેરફારો

ગુજરાતમાં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદો, નિવળત્ત આઈએએસ મીણાના અધ્‍યક્ષપદે ચાર મહેસૂલી અધિકારીઓની કમિટી કાયદાના સંશોધન માટે તૈયાર કરી રહી છે રિપોર્ટ :વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદામાં આવશે મોટો સુધારો : ગુજરાત સરકાર કરી રહી છે આ દિશામાં કામ..હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે

નવી દિલ્‍હી,તા.૧૨ : ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણમાં થશે ધરખમ ફેરફારો. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો. રાજ્‍યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે મોટા ફેરફારો. અત્‍યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્‍મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાતઃ જન્‍મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો. જોકે, હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ. હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન.

હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક  પ્રવળતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના -સ્‍તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે.

હાલ જે જન્‍મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્‍થિતિને કારણે ટાઉન પ્‍લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્‍ય બિનખેતી વિષયક  પ્રવળતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- ૬૩ AA અને ૬૫- ખ હેઠળ  પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્‍યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્‍યક્‍તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્‍થિતિને કારણે આ પરિસ્‍થિતિ ઉભી થાય છે.

રાજ્‍યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સરકાર કરવા જઈ રહી છે કાયદામાં ફેરફાર. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્‍યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્‍લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્‍યાં બિનખેડૂત વ્‍યક્‍તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. હાલ નિવળત્ત આઈએએસ અધિકારીની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચસ્‍તરીય કમિટી આ અંગે સંશોધન કરીને લગભગ કાયદામાં સુધારાના ફાઈનલ ટચઅપ સુધી પહોંચી ગઈ છે.

રાજ્‍યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્‍થળાતંર અને આર્થિક  પ્રવળતિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન ખરીદીને તબક્કે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું  પ્રમાણ વધ્‍યુ છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્‍ટેટ્‍સ મેળવનાર વ્‍યક્‍તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદ્દેશથી ચાલતી આ વ્‍યવસ્‍થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને ૧૯૫૦-૫૧થી પુરાવા માંગવામાં આવે છે. એટલે કે અરજદારના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્‍ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્‍ધ થઈ તેની ચકાસણી થાય છે.  ચોથી ઓક્‍ટોબર ૨૦૨૩ના રોજ રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્‍વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાયર્ડ IAS એમ.બી.પરમાર, રિટાયર્ડ સંયુક્‍ત સચિવ સી.એસ.ઉપાધ્‍યાય અને જમીન સુધારણા  પ્રભાગના સચિવ પી.સ્‍વરૂપની અત્‍યાર સુધીમાં અસંખ્‍ય વખત બેઠકો મળી ચૂકી છે.

ઔદ્યોગિત વિકાસના હેતુસર બિનખેડૂત પોતે ખેતીની જમીન ખરીદી શકશે, ખેતીની જમીન પર ઔદ્યોગિક વિકાસ કરશે. પણ તેને ખેડૂત તરીકેની ઓળખ ખેડૂત તરીકેનું સ્‍ટેટ નહીં મળે. સંભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્‍યક્‍તિને ‘ખેડૂત'નું સ્‍ટેટ્‍સ મળવાનું નથી એ સ્‍પષ્ટ કરી દેવામાં આવ્‍યું છે. આ  પ્રોજેક્‍ટ અને કાયદામાં સુધારા અંગે કામ કરી રહેલી મીણી કમિટીએ પોતે આ રિપોર્ટ આપ્‍યો છે.

મહેસૂલ વિભાગમાં iORA તંત્રમાંથી  પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા ૧,૯૦૦થી ૨,૧૦૦ જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્‍યક્ષપદે રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્‍વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્‍ધ હોવાથી છેક વર્ષ ૧૯૫૦-૫૧થી પુરાવા માંગવા કે તેની ચકાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા ૧૯૯૦ કે ૯૫ આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને કારણે અરજદારોને ખેડૂત ખરાઈમાં  પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્‍યુ ટ્રિબ્‍યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.

એક સમય હતો જ્‍યારે આપણો દેશ માત્ર ખેતી પર નભતો હતો. આઝાદીના ૭૫ વર્ષ પછી હવે સ્‍થિતિ બદલાઈ ગઈ છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્‍ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્‍ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા  પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્‍યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ઉચ્‍ચસ્‍તરીય કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. વ્‍ભ્‍, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્‍યક્‍તિ કલમ- ૬૩ AA અને કલમ ૬૫- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી  પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે

(4:15 pm IST)