Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

મમતા બેનરજીને હોસ્પિટલમાંથી રજા અપાઈ : વ્હીલચેરમાં બહાર આવ્યા : પગમાં હજુ પ્લાસ્ટર

મમતા હજુ 48 કલાક ડોકટરોના નિરીક્ષણ હેઠળ રહેશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મમતા બેનરજીને રજા આપવાનો નિર્ણય કરાયો છે  જોકે તેઓ 48 કલાક ડોકટરોના નિરીક્ષણ હેઠળ રહેશે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મમતા બેનરજી વ્હીલચેર પર હોસ્પિટલની બહાર આવ્યા હતા. તેમના પગમાં હજી પ્લાસ્ટર છે.

SSKM હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે સીએમ મમતા બેનરજીને 48 કલાકના તબીબી નિરીક્ષણમાં રહેવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ડિસ્ચાર્જ થવા માંગતા હતા. તેઓ વ્હીલ ચેરનો ઉપયોગ કરી શકે છે. તેમને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, જે મુજબ તેઓ થોડી મૂવમેન્ટ કરી શકે છે

  મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન અકસ્માતનો શિકાર બની ગયા અને તેમના પગ પર ઈજા થઈ છે. જો કે, આ બનાવને લઈ મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેના પર હુમલો કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાના પર હુમલો થયો આરોપ લગાવતા કહ્યું કે, ‘નંદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો. મારા પગમાં ઈજા થઈ છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.’ TMC પ્રમુખ તરફથી એમ પમ કહેવામાં આવ્યું છે કે ઘટના વિરૂદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે. મમતા ઈજાગ્રસ્ત થતા તેમના ચૂંટણી અભિયાન પર અસર પડી છે અને તેમના અનેક કાર્યક્રમોને સ્થગિત કરવામાં આવ્યા છે.

 મળતી માહિતી મુજબ કારનો દરવાજો ખોલતા સમયે કેટલાંક લોકોએ મમતા સાથે ગેરવતર્ણૂંક કરી હતી. તો આ તરફ મમતા ઈજાગ્રસ્ત થતા ભાજપને પોલીસ અને પ્રશાસન પર પ્રહારો કર્યા. ભાજપે કહ્યું કે પોલીસ પ્રશાસન શું કરી રહ્યું હતું. CMની સુરક્ષામાં તહેનાત લોકો શું કરી રહ્યાં હતા.

પશ્ચિમ બંગાળના મહાસંગ્રામનો ફોકસ બુધવારે નંદીગ્રામમાં જોવા મળ્યો. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સલાહકાર હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારી અહીં સામસામે છે. બુધવારે મમતા બેનર્જીએ હલ્દિયા પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું તો શુભેન્દુએ પોતાના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી  હતી

ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતાએ નંદીગ્રામ પર પોતાનો અધિકાર દાખવતા જણાવ્યું કે કઈ રીતે તેઓએ 26 દિવસ સુધી ખાધા પીધા વગર અહીં અનશન કર્યા હતા. હવે અહીંની જનતા તેમનો સાથ આપે. તો બીજી તરફ શુભેન્દુ અધિકારીએ મમતા દીદી પર હુમલો કરતા દાવો કર્યો કે તેઓ નંદીગ્રામથીથી તેઓ ઓછામાં ઓછા 50 હજાર મતથી જીત પ્રાપ્ત કરશે. આ પહેલાં મમતાએ નંદીગ્રામમાં શિવ મંદિર પહોંચીને જળાભિષેક કર્યો તો શુભેન્દુ અધિકારીએ હનુમાન મંદિરમાં પૂજા કરી.

(7:55 pm IST)