Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ઈલેક્શન કમિશનર તરીકે સરકારી નોકરિયાતની નિમણુંક ન કરી શકાય : આ બાબત બંધારણની હાંસી ઉડાવવા સમાન ગણાય : ચૂંટણી પંચની સ્વતંત્રતા સાથે ચેડા કરી શકાતા નથી : ગોવામાં ઈલેક્શન કમિશનર તરીકે સરકારી અધિકારીની નિમણુંક કરાતા સુપ્રીમ કોર્ટ ખફા

ન્યુદિલ્હી :  સુપ્રીમ કોર્ટએ આજરોજ આપેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે ઈલેક્શન કમિશનર તરીકે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના અધિકારીની નિમણુંક કરવી તે બાબત બંધારણની હાંસી ઉડાવવા સમાન ગણાય.

ન્યાયાધીશ શ્રી રોહિન્ટન ફાલી નરીમાન, શ્રી બી.આર. ગવાઈ તથા શ્રી ઋષિકેશ રોયની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સ્વતંત્રતા સાથે ચેડા કરી શકાતા નથી અને રાજ્ય ચૂંટણી કમિશનરો સ્વતંત્ર વ્યક્તિ હોવા જોઈએ.

કોર્ટે ઉમેર્યું હતું કે, કોઈપણ રાજ્ય એવી વ્યક્તિની ચૂંટણી કમિશનર તરીકે  નિમણૂક કરી શકશે નહીં કે જેની પાસે સરકારનું  કોઇપણ પદ હોય .સરકારની નોકરીમાં હોવા છતાં સરકારી નોકર ગોવામાં ચૂંટણી પંચનો હવાલો સંભાળતો હતો તે દેશના  બંધારણ માટે  અવરોધ સમાન બાબત ગણાય. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)