Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

રૂ. ૧૭૫નો ભાવ વધારો છતાં રાંધણગેસના વપરાશમાં ૭.૩ ટકાની વૃધ્ધિ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પણ ૧૯.૫ ટકા વધુ વપરાશ કર્યો

નવી દિલ્હી તા. ૧૨ : છેલ્લા ત્રણ મહિનામાં રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો હોવા છતાં રાંધણ ગેસ એલપીજીની વપરાશમાં ૭.૩ ટકાનો વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(પીએમયુવી)ના લાભાર્થીઓની વપરાશમાં ૧૯.૫ ટકાનો વધારો થયો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએયુવી ગ્રાહકોમાં રાંધણ ગેસનો વપરાશ વધ્યો છે. ડિસેમ્બર, ૨૦૨૦થી લઇને ફેબુ્રઆરી. ૨૦૨૧ સુધીમાં રાંધણ ગેસના ભાવમાં રૂ. ૧૭૫ કરોડ રૂપિયાનો વધારો થયો હોવા છતાં તમામ કેટેગરીમાં રાંધણ ગેસનો વપરાશ વધ્યો છે.

પીએમયુવીના લાભાર્થીઓમાં રાંધણ ગેસના વપરાશમાં ૧૯.૫ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ મફતમાં ગેસ કનેકશન આપવામાં આવે છે. અત્યાર સુધી આઠ કરોડ ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે.

છેલ્લા ત્રણ મહિનામાં પીએમયુવી ગ્રાહકોએ ૧૧ લાખ ટન એલપીજીનો વપરાશ કર્યો છે. ગત નણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ, ૨૦૨૦થી ફેબુ્રઆરી, ૨૦૨૧ સુધીમાં એલપીજીના વેચાણમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.

પીએમયુવી લાર્ભાથીઓને મફતમાં ગેસ કનેકશન અને ત્રણ વખત મફતમાં સિલિન્ડર ભરી દેવામાં આવે છે. આ યોજના પાછળ અત્યાર સુધી કેન્દ્ર સરકારે ૯૬૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.(

(10:10 am IST)