Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

યોગી સરકારે ધાર્મિક સ્થળોના નામ પર માર્ગો પર કરવામાં આવેલા દબાણ હટાવવાના આદેશ કર્યો

તમામ અધિકારીઓને 14 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો

ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોના નામ પર માર્ગો પર કરવામાં આવેલા દબાણ હટાવવાના આદેશ જાહેર કર્યાં છે. ગુરુવારે આ સંબંધિત અધિકારીઓને આદેશ જાહેર કરી દીધો છે.

આ આદેશમાં ધાર્મિક સ્થળોના નામ પર કરવામાં આવેલા અતિક્રમણને હટાવવાની વાત કહી છે. તમામ અધિકારીઓને 14 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો છે. જેમાં એ જણાવવાનું રહેશે કે આ આદેશ બાદ કેટલા જાહેર સ્થળોને હટાવવાનો નિર્દેશ જિલ્લા તંત્રએ જાહેર કર્યો છે અને કેટલા પર કાર્યવાહી કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ મુખ્યમંત્રીએ રાશનમાં સતત થઈ રહેલા ગોટાળાને રોકવા માટે સિંગલ સ્ટેપ ડિલિવરી સિસ્ટમ લાગૂ કરવાની જાહેરાત કરી. જે હેઠળ ભારતીય ખાદ્ય નિગમના ગોડાઉનથી અનાજ સીધુ જ દુકાનો સુધી પહોંચાડવામાં આવશે અને ગાડીની દરેક મૂવમેન્ટ પર સરકારની નજર હશે. આ નિર્ણય કેબિનેટ બાઈસર્ક્યૂલેશનમાં લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી કોટેદારોની અનેક સમસ્યા પૂર્ણ થઈ જશે.

(12:00 am IST)