Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ગીતાનો આખરે મહારાષ્ટ્રમાં તેની જન્મદાત્રી સાથે મિલાપ

૨૦૧૫માં પાકથી મૂક-બધિર યુવતી પાછી ફરી હતી : ગીતા ૨૦૦૩માં આકસ્મિક રીતે પાક ગઈ હતી, ગીતાનું નામ રાધા વાઘમારે છે, તેની મૂળ માતા નાયગાંવમાં રહે છે

નવી દિલ્હી, તા. ૧૧ : પાકિસ્તાનથી ૨૦૧૫માં પરત ફરેલી મૂક-બિધર ગીતાને આખરે તેની જન્મદાત્રી મળી ગઇ છે. પાકિસ્તાનમાં ગીતાને જે સંગઠને આશરો આપ્યો હતો કે એનો દાવો હતો ગીતાને મહારાષ્ટ્રમાં તેની મૂળ માતા સાથે મિલાપ કરાવી દીધો છે.

વિશ્વ વિખ્યાત ઈધી વેલ્ફેર ટ્રસ્ટના પૂર્વ વડા સ્વર્ગીય અબ્દુલ સત્તાર ઈધિની પત્ની બિલ્કિસ ઈધીએ જણાવ્યું હતું કે ગીતા નામની ભારતીય મુક બધીર છોકરીને મહારાષ્ટ્રમાં તેમની વાસ્તવિક માતા સાથે ફરી મળાવી દીધી છે. ગીતા ભૂલથી ૨૦૦૩માં આકસ્મિક રીતે પાકિસ્તાન ગઈ હતી. બિલકિસ ઇધીએ જણાવ્યું હતુંકે ગીતાનું મૂળ નામ રાધા વાઘમારે છે અને તેની મૂળ માતામહારાષ્ટ્રના નાયગાંવમાં રહેછે.

૨૬ ઓક્ટોબર ૨૦૧૫ના તેને ભારત પાછી લાવવામાં આવી હતી. વખતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કારણે શક્ય બન્યું હતું. સુષ્મા સ્વરાજે ગીતાના માતા-પિતાને શોધવાના બનતા પ્રયાસો કરવાની પણ ખાતરી આપી હતી. ગીતા પરત ફર્યા પછી પરિવારની શોધ કરી રહી હતી, જે હવે પૂરી થઈ છે.

પાકિસ્તાનમાં રહેવા દરમ્યાન ઈધી ફાઉન્ડેશન ગીતાની સારસંભાળ કરી રહ્યું હતું. ગીતા બિલકિસ ઇધીને કરાચીમાં એક રેલવે સ્ટેશને મળી હતી. ત્યારે તેની ઉંમર ૧૧-૧૨ વર્ષની હતી. બિલકિસે જણાવ્યું હતું કે તે તેનું નામ ફાતિમા રાખ્યું હતું, પણ જ્યારે માલૂમ પડ્યું કે હિન્દુ છે, ત્યારે તેણે તેનું નામ ગીતા રાખ્યું હતું. અત્યાર સુધી અનેક દંપતીઓએ ગીતા પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે, પણ એકેય દંપતીને ગીતા ઓળખી શકી નથી કે પછી એકેય દંપતી ગીતા પોતાની દીકરી હોવાનો પુરાવો આપી શક્યા નથી.

(12:00 am IST)